નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચોની વનડે સીરિઝ માટે BCCIએ 15 ખેલાડીઓની મજબૂત ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમે 5 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો ઉપરાંત ત્રણ વનડે મેચોની સીરિઝ પણ રમવાની છે. ટી20 સીરિઝ માટેની ટીમ અગાઉથી જ જાહેર કરી દેવામાં આવી હતી, અને હવે ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વનડે ટીમનું લિસ્ટ પણ સામે આવી ગયું છે.
આ ટીમ સિલેક્શનની સૌથી મોટી અને ચર્ચાસ્પદ વાત એ છે કે સ્ટાર બેટર વિરાટ કોહલીને આ સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, કોહલી હાલમાં સંપૂર્ણ રીતે ફિટ નથી. ચીફ સિલેક્ટર્સે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલીની ઉપલબ્ધતા તેની ‘ફિટનેસ ક્લિયરન્સ’ પર આધારિત રહેશે. એટલે કે, આગામી સમયમાં યોજાનારા ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા બાદ જ કિંગ કોહલી આ વનડે સીરિઝમાં મેદાન પર રમી શકશે. ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ માટે ભારતીય સ્કવોડમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી* (ફિટનેસ ક્લિયરન્સને આધીન), શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રારનો સમાવેશ કરાયો છે.