નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી જેકબ બેથલ એક ભારતીય યુવતીને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે તેમનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. જો કે, ક્રિકેટરની રિલેશનશિપના સમાચારો પર સસ્પેન્સ હજુ પણ યથાવત છે. અહેવાલો અનુસાર, જેકબ એક ભારતીય મેકઅપ આર્ટિસ્ટને ડેટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જેકબનો એક યુવતી સાથેનો રોમેન્ટિક ફોટો વાયરલ થયા બાદ તેમની લવ લાઈફ હેડલાઈન્સમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, જેકબ બેથલ ભારતીય યુવતીના પ્રેમમાં પાગલ છે. ઘણા લોકોનું માનવું છે કે, તસવીરમાં દેખાતી યુવતી મુંબઈની જાણીતી સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ અંકિતા પટેલ છે. અંકિતા શિલ્પા શેટ્ટી, પલક તિવારી અને હિના ખાન જેવી સેલિબ્રિટીઝ સાથે કામ કરી ચૂકી છે. આ 22 વર્ષીય ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરે IPLમાં RCB માટે અને તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, આ અફવાઓ પર જેકબ કે અંકિતાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.