
ઝી ટીવીનો ગોલ્ડી બહલ અને સોનલ એ કકર દ્વારા રોઝ ઓડિયો વિઝ્યુઅલ્સ પ્રા. લિ. દ્વારા પ્રોડ્યુસ શો જાને અન્જાને હમ મિલેં એ 500 એપિસોડ સફળતાપૂર્વક પૂરા કરવાનો સિમાચિન્હ હાંસિલ કર્યો છે. નવેમ્બર 2024માં તેના પ્રીમિયરથી જ શોએ સતત તેની વાર્તાને રજૂ કરવાની સાથોસાથ દર્શકોને તેના ભાવનાત્મક ઉંડાણ તથા સાંકળતા નાટકથી જકડી રાખ્યો છે. તે શારદા (જયતિ ભાટિયા)નું જોરદાર નિરૂપણ હોય કે પછી રાઘવ (ભરત આહ્લાવત) અને રીત (આયુષી ખુરાના)ની વચ્ચેની જોરદાર ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી હોય, શોએ દેશભરના દર્શકોના દિલોંને સ્પર્શ્યો છે. જયતિ ભાટિયા, ભારત આહ્લાવત અને આયુષી ખુરાના જેવી આકર્ષક કાસ્ટની સાથે જાને અન્જાને હમ મિલેં એ દર્શકોનો ખૂબ જ પ્રેમ અને વખાણ સાંપડ્યો છે. આ ખાસ પ્રસંગે જાને અન્જાને હમ મિલેંના કાસ્ટ અને ક્રુ એ સેટ પર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી કેક કાપી હતી અને હજી પણ મોટો સિમાચિન્હ હાંસિલ કરે તેવી આશા વ્યક્ત કરી હતી. શોએ આ નોંધપાત્ર સિમાચિન્હની ઉજવણી કરવાની સાથોસાથ કલાકારોએ તેમના સહયોગ માટે દર્શકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

*ભરત આહ્લાવાત, જે રાઘવની ભૂમિકા કરે છે તે કહે છે* , “જાને અન્જાને હમ મિલેં એ 500 એપિસોડનો સિમાચિન્હ હાંસિલ કર્યો છે, તે અદ્દભુત લાગણી છે. રાઘવનો પ્રવાસ ખૂબ જ અદ્દભુત બની રહ્ય હતો અને દર્શકોનો જે પ્રેમ પણ મળ્યો છે, તે ખૂબ જ ખુશાલ અનુભવ બની રહ્યો છે. દરેક સીન, દરેક લાગણી એ એક કલાકાર તરીકે મને આકાર આપ્યો છે. હું સમગ્ર ટીમ અને અમારા દર્શકોનો દિલથી આભાર માનું છું કે, તેમને આ પ્રવાસને વધુ ખાસ બનાવ્યો છે.”
*આયુષી ખુરાના, જે રીતની ભૂમિકા કરે છે તે કહે છે* , “500 એપિસોડ પૂરા થયા છતા પણ હજી એવું લાગે છે કે, અમે ફક્ત શરૂઆત કરી છે. આ શોએ મારા માટે એક બીજું ઘર બની ગયો છે, જે સારી યાદોં અને સંબંધોથી જોડાયેલો છે, જેને હું હંમેશા યાદ રાખીશ. મારું પાત્ર મારા દિલથી ખૂબ જ નજીક છે અને દર્શકોના પ્રેમ એ દરેક ક્ષણને ખૂબ જ યાદગાર બનાવી છે. હું આ અદ્દભુત પ્રવાસનો હિસ્સો બની છું તેના માટે દિલથી આભાર માનું છું.”
*જયતિ ભાટિયા, જે શારદાનું પાત્ર કરે છે તે કહે છે* , “જાને અન્જાને હમ મિલેં એ મારા માટે ખાસ પ્રવાસ બની રહ્યો છે. હું નસીબદાર છું કે, મને આટલી સુંદર ટીમ સાથે કામ કરવાનો મોકો મળ્યો. અમારા ડિરેક્ટર અને પ્રોડ્યુસર એ શોને અને મારા પાત્રને ઊંડાણપૂર્વક તૈયાર કર્યું છે, તેના માટે હું ખૂબ જ આભારી છું. ઝી ટીવી પર પરત ફરવું એ ઘરે આવવા જેવું લાગે છે. 500 એપિસોડ પૂરા કરવા એ ગર્વની વાત છે અને સ્લોટમાં પરિવર્તન છથા પણ શો દર્શકોની સાથે જોડાઈ રહ્યો છે. હું આ બધા પ્રેમ અને સહયોગ માટે ખૂબ જ આભારી છું.”
*જૂઓ જાને અન્જાને હમ મિલેં દરરોજ રાત્રે 10.30 વાગે ફક્ત ઝી ટીવી પર!*
