HomeગુજરાતPM મોદીએ વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે મુલાકાત કરી

PM મોદીએ વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે મુલાકાત કરી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દિલ્હીના ઐતિહાસિક હૈદરાબાદ હાઉસમાં વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે મુલાકાત કરી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિયેતનામના રાષ્ટ્રપતિનું સ્વાગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીએ કર્યું હતું. સ્વાગત સમારોહમાં બાળકોએ પારંપરિક પોશાક પહેરીને ભારત અને વિયેતનામના રાષ્ટ્રીય ધ્વજને લહેરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ મંગળવારે ભારત પહોંચ્યા હતા અને સૌથી પહેલા બોધગયા ગયા હતા, જયાં તેમણે બોધી મંદિરમાં પુજા કરી હતી. બિહારમાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કર્યુ હતું.

વડાપ્રધાન મોદીની રાષ્ટ્રપતિ તો લામ સાથે અનેક મહત્વના મુદે વાતચીત થઈ હતી, જેમાં બન્ને દેશોના સંબંધો, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદાઓ સામેલ છે. રાષ્ટ્રપતિ પોતાની ભારત મુલાકાત દરમિયાન મુંબઈ પણ જશે ત્યાં નેશનલ સ્ટોક એકસચેંજ, એનએસઈમાં એક બિઝનેશ કાર્યક્રમમાં ભાગ લેશે.

સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત