Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • #vacation2026 અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો

#vacation2026 અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો

Sachot Samachar Team May 12, 2026
WhatsApp Image 2026-05-12 at 11.49.33 AM

 

 

વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ

મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે

અમદાવાદ આજે જે ઊંચાઈ પર પહોંચ્યું છે, તેનો સંપૂર્ણ શ્રેય સરકારના મજબૂત વિઝન અને પ્રવાસન ક્ષેત્રે લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને જાય છે. માત્ર એક ઔદ્યોગિક કેન્દ્રમાંથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘ટૂરિસ્ટ હબ’ બનાવવામાં સરકારની વિવિધ યોજનાઓ અને આધુનિક પ્રોજેક્ટ્સે પાયાની ભૂમિકા ભજવી છે. જેમાં ેેઉનાળાનું વેકેશન પડતા જ બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ક્યાંક બહાર ફરવા જવાનું આયોજન કરતા હોય છે. જો તમે પણ આ વેકેશનમાં કોઈ એવા શહેરની શોધમાં હોવ જ્યાં ઈતિહાસ પણ હોય અને આધુનિકતા પણ, તો અમદાવાદ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘હેરિટેજ સિટી’ તરીકે જાણીતું આ શહેર હવે ટેકનોલોજી અને મનોરંજનના નવા કેન્દ્રો સાથે પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યું છે.

અમદાવાદ શહેર હવે માત્ર જૂની પોળો અને ઐતિહાસિક સ્મારકો પૂરતું સીમિત નથી રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં એવા અનેક વિશ્વસ્તરીય પ્રોજેક્ટ્સ તૈયાર થયા છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જો તમે આ વેકેશનમાં ફેમિલી અથવા મિત્રો સાથે ફરવાનું વિચારી રહ્યા હોવ, તો અમદાવાદના ‘નવીન નજરાણા’ તમારે ચોક્કસ જોવા જોઈએ.

 

સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ એટલે અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટમાં હવે ઘણું બધું નવું છે. સૌથી આકર્ષક છે અટલ બ્રિજ. આ ફૂટ-ઓવર બ્રિજ તેની સુંદર ડિઝાઈન અને રાત્રિના સમયે ઝગમગતી લાઈટો માટે જાણીતો છે. અહીંથી નદીનો નજારો ખૂબ સુંદર દેખાય છે. જો તમે બાળકો સાથે મુલાકાત લઈ રહ્યા હોવ, તો સાયન્સ સિટીની ગેલેરીઓ અચૂક જોવી જોઈએ. સાયન્સ સિટી એક પરફેક્ટ સ્થળ છે. અહીંની એક્વેટિક ગેલેરી ભારતની સૌથી મોટી ગેલેરીમાંની એક છે, જેમાં તમે શાર્ક જેવી માછલીઓને કાચની ટનલમાંથી પસાર થતી જોઈ શકો છો. સાથે જ રોબોટિક ગેલેરીમાં રોબોટ્સ દ્વારા પીરસવામાં આવતી ચા અને તેમના કામ કરવાની પદ્ધતિ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ભારતની સૌથી મોટી માછલીઘર ટનલ આવેલી છે. જ્યારે તમારી ઉપર અને આજુબાજુથી શાર્ક અને અન્ય દરિયાઈ જીવો પસાર થાય, ત્યારે તે અનુભવ યાદગાર બની જાય છે. અહીં વિવિધ પ્રકારના રોબોટ્સ જોવા મળે છે. રોબોટ દ્વારા ચલાવવામાં આવતું કાફે અને રોબોટિક ડાન્સ પ્રદર્શન બાળકોને ખૂબ જ ગમે છે.

મોટેરામાં આવેલું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.ક્રિકેટના શોખીન હોવ કે ના હોવ, પણ આ વિશાળ સ્ટેડિયમની ભવ્યતા જોવા જેવી છે. આ સ્ટેડિયમની અત્યાધુનિક ડિઝાઈન અને લાઇટિંગ વ્યવસ્થા તેને ખાસ બનાવે છે. કાંકરિયા તળાવ તો વર્ષોથી લોકપ્રિય છે જ, પરંતુ હવે ત્યાં ઘણી નવી એક્ટિવિટીઝ ઉમેરાઈ છે. નવી બાલવાટિકા, કિડ્સ સિટી, ટોય ટ્રેન અને પ્રાણી સંગ્રાલય ઉપરાંત હવે ત્યાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝની સુવિધા પણ વધારવામાં આવી છે.

અમદાવાદ એટલે ખાણીપીણીનું શહેર. અમદાવાદનું વેકેશન તેના ખોરાક વગર અધૂરું છે. રાત્રિના સમયે માણેકચોકનો ચટાકેદાર ખોરાક અને નવા બનેલા ‘ખાઉ ગલી’ પ્રવાસીઓની પહેલી પસંદ છે.               . તમારા આ વેકેશનને અમદાવાદના આ અનોખા આકર્ષણો સાથે વધુ ખાસ બનાવો! અમદાવાદ હવે માત્ર ગુજરાતનું આર્થિક પાટનગર નથી, પણ પ્રવાસનનું પણ હબ છે. જો તમે આ વેકેશનમાં વિજ્ઞાન, સંસ્કૃતિ અને આધુનિક લાઈફસ્ટાઈલનો અનુભવ એકસાથે કરવા માંગતા હોવ, તો અમદાવાદ તમારું સ્વાગત કરવા તૈયાર છે.

 

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram
Tags: #fun #sumervacation #summervacation Ahmedabad gujarat Rajkot surat vacation2026

Post navigation

Previous: NEET (UG) 2026 examination conducted on 3 May 2026 cancel
Next: અંબાજીમાં પાણી માટે પોકાર, મહિલાઓએ પંચાયત કચેરી ગજવી

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
ICAR-3

#ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન

Sachot Samachar Team October 30, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.