
અંબાજીના વોર્ડ ૨ અને 3 માં છેલ્લા 40 દિવસથી પાણી ન આવતા સ્થાનિક મહિલાઓએ પંચાયત કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. પંચાયતે હાલ ટેન્કરથી પાણી આપવાની ખાતરી આપી છે, પરંતુ રોષે ભરાયેલા ગ્રામજનોએ જો સમસ્યા ઉકેલાશે નહીં તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં જ પાણીના ધાંધિયા જોવા મળ્યા છે. છેલ્લા 40 દિવસથી પીવાના પાણીની અનિયમિતતાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.