જાને અન્જાને હમ મિલેંની આયુષી ખુરાના રીતના તાજેતરના ભાવનાત્મક ટ્રેક વિશે કહે છે: “આ મારી કારકીર્દીનો સૌથી પડકારજનક અને યાદગાર અનુભવ હતો”

ભારત આહ્લાવત (રાઘવ) અને આયુષી ખુરાના (રીત) અભિનીત ઝી ટીવીનો પ્રસિદ્ધ કાલ્પનિક શો જાને અન્જાને હમ મિલેં, તેની આકર્ષક વાર્તા અને ભાવનાત્મક નાટકથી દર્શકોને સતત આકર્ષ્યા છે. સમય જતા, શોએ ઘણા પ્રભાવશાળી ટ્રેક રજૂ કર્યા છે, જેને તેના કલાકારોને ભાવનાત્મક રીતે પણ અસર કરી છે, પછી તે સહજ રાજપુત (ઉન્નતિ) પર થયેલી ઘરેલું હિંસાની વાત હોય કે, ભરત આહ્લાવાત (રાઘવ)ની જેલ સિકવન્સ હોય, આ બધી જ ક્ષણો કલાકારોની પરીક્ષા કરી છે, તેની સાથોસાથ દર્શકોના મનમાં પણ ઘેરા પડઘા પાડ્યા છે, જે શોના કેટલાક યાદગાર દ્રશ્યોમાંના એક બની ગયા છે. આગામી એપિસોડમાં દર્શકો બીજો દિલધડક એપિસોડ જોવા મળશે, કેમકે રીત તેના બાળકને જન્મ આપશે, પણ તેના નવજાત બાળકનું મૃત્યુ થઈ જાય છે. આ દુર્ઘટનાનો સામનો કરવામાં અસમર્થ એવી રીત, તેના બાળકની કબરે જાય, ત્યારે ભાવનાત્મક રીતે ભાંગી પડે છે. આયુષી ખુરાના કહે છે કે, પરદા પર માતાના દુ:ખને રજૂ કરવું એ મારા માટે ભાવનાત્મક રીતે પડકારજનક હોવા છતાં પણ, તેના સહ-કલાકારો અને ક્રુના સભ્યોના સતત સમર્થનથી આ ક્ષણોને અધિકૃતતા સાથે જીવંત કરવામાં મદદ મળી છે.
આ ભાવનાત્મક ઉંડાણ ધરાવતા સીન વિશે આયુષી ખુરાના કહે છે, “રીતનો તાજેતરનો પ્રવાસ એ મારી કારકીર્દીનો ભાવનાત્મક રીતે સૌથી પડકારજનક અનુભવમાંનો એક બની રહ્યો હતો. હું વાસ્તવિક જીવનમાં માતા નથી, પણ પોતાનું નવજાત બાળક ગુમાવવાનો હૃદયસ્પર્શી અનુભવ વિચારીને જ દર્દનો અનુભવ થઈ ગયો છે. ખાસ તો, જ્યારે રીત તેના બાળકની કબરે જઈને તૂટી જાય છે, ત્યારે તો એવું લાગ્યું કે, હું મારા પાત્રના દર્દમાં સંપૂર્ણપણે ખોવાઈ ગઈ અને માનસિક રીતે ભાંગી પડી હતી. કલાકાર તરીકે, આપણે ઘણીવાર કોઈ દ્રશ્યને વાસ્તવિક લાગે તેવું બનાવવા માટે આપણી લાગણીઓને રજૂ કરીએ છીએ, પરંતુ બાળક ગુમાવવાનું દર્દ એ એવી રજૂઆત છે, જે કેમેરા બંધ થયા પછી પણ લાંબા સમય સુધી તમારા મનમાં અસર કરે છે. કેટલાક દ્રશ્યોએ ખરેખર મને અવાચક બનાવી દીધો. હું મારા સહ-કલાકારો, દિગ્દર્શક અને સમગ્ર ટીમની આભારી છું કે, તેમને એટલું સુંદર વાતાવરણ ઉભું કર્યું અને મને આ મુશ્કેલ ક્ષણોને પ્રામાણિકતા અને સંવેદનશીલતા સાથે રજૂ કરવામાં મદદ કરી.”

હવે રીત અને રાઘવ તેમના બાળકને ગુમાવવાના દુ:ખનો સામનો કરી રહી છે, ત્યારે આ દુર્ઘટના તેમના સંબંધો પર કેવી અસર કરશે, તે જોવા ઉત્સુક છે. તેમની સામેના જીવનના પડકારો છતા, આ જોડી, હંમેશા એકબીજા પાસે પરત ફરવાનો માર્ગ શોધે છે, પરંતુ આ નુક્શાન તેમને પહેલા સહન કરેલા નુક્શાનથી તદ્દન વિપરિત છે. શું રીત અને રાઘવ તેમના જીવનના આ ઉથલ-પાથલો સામનો કરી શકશે અને વધુ મજબૂત બની શકશે કે પછી આ દુ:ખ તેમને અલગ કરી દેશે? આગામી એપિસોડ આગળની ભાવનાત્મક અને સુંદર પ્રવાસનો વાયદો કરે છે.
*જોતા રહો, જાને અન્જાને હમ મિલેં, દરરોજ રાત્રે 10.30 વાગે ફક્ત ઝી ટીવી પર!*