એક અહેવાલ મુજબ અમેરિકા તેની વીઝા નીતિમાં ફેરફાર લાવી રહ્યું છે. જે અનુસાર એક રિપોર્ટમાં જણાવાયું છે કે
તેની વિદ્યાર્થી વિઝા નીતિમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે જે 420,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને અસર કરી શકે છે. મેનેજમેન્ટ અને બજેટ ઓફિસ દ્વારા સમીક્ષા હેઠળના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના પ્રસ્તાવિત નિયમમાં F, J અને I વિઝા ધારકો માટે નિશ્ચિત રોકાણ લાદવામાં આવશે – જેમાં વિદ્યાર્થીઓ, એક્સચેન્જ મુલાકાતીઓ અને વિદેશી મીડિયા વ્યાવસાયિકોને આવરી લેવામાં આવશે.
