ભરેલા તુરિયાનું શાક
સામગ્રી
તુરિયા : 1 – 2 નંગ
હળદર પાઉડર : 2 ચમચી
લાલ મરચું પાઉડર : 2 ચમચી
ચણાનો લોટ : 2 – 3 ચમચી
તેલ : 2 – 3 ચમચી
મીઠું :સ્વાદ અનુસાર
બનાવવાની રીત
તુરિયાને પાણીમાં સારી રીતે ધોઇ લો. હવે તેની છાલ ઉતારી તેના 2 કે 3 ઇંચના લાંબા ટુકડા કરો. તુરિયાની અંદર મસાલા ભરવા માટે ટુકડાની વચ્ચે ચાકુ વડે એક ચીરો પાડો.
એક વાસણમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું અને ગરમ મસાલો મિક્સો. હવે આ મસાલાને ચમચ વડે રિંગણ જેમ તુરિયાની અંદર ભરો.
હવે ગેસ પર એક કઢાઇમાં બે – 3 ચમચી તેલ ગરમ કરો. તેમા મસાલા ભરેલા તુરિયાને 5 થી 7 મિનિટ સુધી પકવવા દો. વધેલો મસાલો પણ તેમા અંદર નાંખો, જેથી તે સારી રીતે રંધાઇ જાય.
આ દરમિયાન કઢાઇને ઢાંકી દો. તુરિયા માંથી પાણી નીકળી પછી તેમા ચણાનો લોટ ઉમેરો. પછી તુરિયા હલાવતી વખતે સાવધાની રાખવી, જે તેથી તુટી ન જાય. તુરિયની અંદરની પાણી શોષાઇ એટલે કે ગેસ બંધ કરી દો. જો તમને રસા વાળું શાક ભાવતું હોય તો તેમા ઉપરથી પાણી ઉમેરી શકાય છે.
ભરેલા તુરિયાના શાકમાં લીબુંનો રસ અને લીલું કોથમીર ઉમેરી રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. આ સરળ રીતે બનેલું ભરેલા તુરિયાનુ શાક દરેકને ભાવશે.
——————

