યાત્રીઓની સુરક્ષામાં પશ્ચિમ રેલવે-અમદાવાદ ડિવિઝનની મોટી સફળતા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળથા પ્રાપ્ત થઈ છે. પેસેન્જર ટ્રેન નંબર 22966 માં મહિલા યાત્રીનો કિમતી સામાન ચોરી કરનારા એક આરોપીની રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા તત્પરતા અને કુશળ કાર્યવાહી હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
તારીખ 26.04.2026 ના રોજ RPF કન્ટ્રોલ/અમદાવાદથી પ્રાપ્ત રેલવે મદદ રેફરન્સ નંબર 2026042601185 ના આધાર પર એક મહિલા યાત્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી, જેમાં તેમણે આબૂ રોડથી અમદવાદ વચ્ચે S/4 કોચની સીટ નંબર 01 થી પોતાનું કાળુ લેડિઝ પર્સ ચોરી થવાની સૂચના આપી. પર્સમાં 02 હાથ ઘડિયાળ, 03 મોબાઈલ (REALME, MOTOROLA અને INFINIX) તથા લગભગ રૂ. 3000/- મૂલ્યના ચાંદીના પાયલ હતા.
સિનિયર મંડળ સુરક્ષા કમીશનરના નિર્દેશનમાં ઈન્સપેક્ટર અમદાવાદના નેતૃત્વમાં રચાયેલ CPDS ટીમ (ASI માન સિહં, CT અનિલ કુમાર અને CT રામ અવતાર સ્વામી) દ્વારા ગુપ્ત દેખરેખ દરમિયાન પેસેન્જર ટ્રેન નંબર 22939 ઓખા-બિલાસપુર એક્સપ્રેસના જનરલ કોચથી એક શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવી.
પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપી પાસેથી ચાંદીના પાયલ, ચાંદીના તાર, આભૂષણ અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી. આરોપીની ઓળખ પર બેગથી 02 લેડિઝ પર્સ, 01 નાનું પર્સ, 03 હાથ ઘડિયાળ, 04 મોબાઈલ ફોન, રૂ. 2210/- રોકડા અને આર્ટિફિશિયલ જ્વેલરી જપ્ત કરવામાં આવી.
આરોપીએ પૂછપરછમાં પોતાનું નામ સમીરખાન (પુત્ર અફજલ ખાન પઠાણ), ઉંમર 24 વર્ષ, રહેવાસી ફૂલવાડી, સૂરત (ગુજરાત) જણાવ્યું. તેણે સ્વીકાર કર્યું કે તેણે મહેસાણા સ્ટેશનની આસપાસ ટ્રેન નંબર 22966 ના S/4 કોચની ઉપરોક્ત ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ એ પણ સ્વીકાર કર્યો કે તે પહેલાં પણ ચોરીના મામલાઓમાં જોડાયેલો રહ્યો છે તથા સૂરતમાં તેની વિરૂદ્ધ પ્રકરણ નોંધાવા પર તે જેલની સજા કાપી ચુક્યો છે.
ધરપકડ કરાયેલ આરોપીને આગળની કાનૂની કાર્યવાહી માટે GRP મહેસાણાને સોંપી દેવામાં આવ્યો છે.
*પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને અપીલ :*
યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની યાત્રા દરમિયાન પોતાના સામાનની સુરક્ષા પ્રત્યે સતર્ક રહે તથા કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તરત સૂચના રેલવે હેલ્પલાઈન અથવા RPF/GRP ને આપે.
