
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાણ્ડેયએ અમદાવાદ મંડળના ચાર કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કામ, સતર્કતા અને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન માટે “મેન ઓફ ધ મન્થ”(ફેબ્રુઆરી-2026) સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા.
સન્માનિત કર્માચારીઓની વિગતો નીચે પ્રમાણે છે :
શ્રી પ્રભાષ કુમાર યાદવ (સિનિયર ટ્રેન મેનેજર – ગુડ્ઝ)
શ્રી પ્રભાષ કુમાર યાદવે પોતાની ડ્યૂટી દરમિયાન બે જુદા-જુદા અવસરોએ ઉચ્ચ સ્તરની સતર્કતાનો પરિચય આપ્યો. તેમણે એક મામલામાં કન્ટેનરનું લોક ગાયબ જોયું તથા બીજા મામલામાં વેગનના પૈડા જામ હોવાની અને બ્રેક સિલિન્ડરના ખરાબ હોવાની વિષમ સ્થિતિને સમયસર ચિહ્નિત કરી. તેમની તાત્કાલિક કાર્યવાહીથી સંભવિત દુર્ઘટનના અને રેલવે સંપત્તિના નુકસાનને અટકાવી શકાયું.
શ્રી સુબોધ કુમાર (પોઈન્ટ્સમેન – ભીમાસર)
શ્રી સુબોધ કુમારે ડ્યૂટી દરમિયાન પસાર થતી ટ્રેનના એક વેગનમાં હેન્ગિંગ પાર્ટ જોયો. તેમણે તરત જ રેડ સિગ્નલ આપીને ટ્રેનનો રોકવાની પ્રક્રિયા શરૂ કરી અને સ્ટેશન માસ્ટરને જાણ કરી. સમયસર ત્રુટીને દૂર કરીને ટ્રેનનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું. તેમની સતર્કતાથી એક સંભવિત દુર્ઘટના ટળી ગઈ.
શ્રી દીપક કુમાર એસ. (ફિટર-I – ગાંધીધામ)
શ્રી દીપક કુમાર એસ. એ રોલિંગ એક્ઝામિનેશન દરમિયાન વેગનોમાં ગંભીર ટેકનિકલ ખામી જેમ કે ગ્રીસ સીલનું સરકવું અને CTRB કપનુ તૂટવું સમયસર ઓળખ્યું. તેમણે અગાઉ પણ આ પ્રકારની અસામાન્યતાઓને ઓળખીને આવશ્યક કાર્યવાહી સુનિશ્ચિત કરી. તેમની સૂક્ષ્મ તપાસ અને કામ પ્રત્યે સજાગતા રેલવે સુરક્ષાના ઉચ્ચ માનકોને દર્શાવે છે.
શ્રી દીપક કુમાર (ટ્રેક મેન્ટેનર-IV)
શ્રી દીપક કુમારે ડ્યૂટી દરમિયાન એ જોયુ કે એક ટ્રેન નિર્ધારિત 20 કિમી/કલાકની ગતિ સીમાથી વધારે ગતિથી ચાલી રહી હતી. તેમણે તત્પરતા બતાવતાં લાલ ઝંડી દેખાડીને ટ્રેનને રોકી. તેમની સજાગતા અને કર્તવ્યનિષ્ઠાને કારણે સંભાવિત જોખમને ટાળવું શક્ય થયું.
આ તમામ કર્મચારીઓની સતર્કતા, તત્પરતા અને કર્તવ્યનિષ્ઠા ભારતીય રેલવેની સંરક્ષા સંસ્કૃતિને સુદ્રઢ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશ્ચિમ રેલવેને તેમના પર ગર્વ છે.
