પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને વટવા-મુંબઈ સેન્ટ્રલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનું સંચાલન મણિનગર સ્ટેશનથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે
• ટ્રેન નંબર 09082/09081 મણિનગર-મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09082 મણિનગર–મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દરેક શુક્રવારે મણિનગરથી 22:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07:10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 15 મે, 2026 થી 26 જૂન, 2026 સુધી ચાલશે. તે જ રીતે, ટ્રેન નંબર 09081 મુંબઈ સેન્ટ્રલ–મણિનગર સ્પેશિયલ દરેક ગુરુવારે મુંબઈ સેન્ટ્રલથી 23:20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 07:25 વાગ્યે મણિનગર પહોંચશે. આ ટ્રેન 14 મે, 2026 થી 25 જૂન, 2026 સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન વટવા સ્ટેશન પર રોકાશે નહીં