Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • મનોરંજન
  • આ સ્વતંત્ર દિન નિમિતે સોનાક્ષી બત્રા અને ફરમાન હૈદર દેશભક્તિ પર પ્રતિબિંબ પાડે છે

આ સ્વતંત્ર દિન નિમિતે સોનાક્ષી બત્રા અને ફરમાન હૈદર દેશભક્તિ પર પ્રતિબિંબ પાડે છે

Sachot Samachar Team August 14, 2026
WhatsApp Image 2026-08-13 at 12.45.16 PM (1)

ઝી ટીવીના જગધાત્રી એ તેની આકર્ષક વાર્તાથી દર્શકોના દિલ જિત્યા છે, જેમાં બે વિરોધાભાષી દુનિયાની વચ્ચે સરળતાથી જીવતી એક મહિલાના બેવડા જીવનને રજૂ કરવામાં આવે છે. સોનાક્ષી બત્રા અને ફરમાન હૈદર બંને અંડરકવર પોલિસ ઓફિસર જગધાત્રી અને શિવાયની ભૂમિકા ભજવે છે, જેમની ફરજ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા એ શોનું હાર્દ છે. ગુનેગારોનો સામનો કરવાનો હોય કે, તેમની આસપાસના લોકોની સુરક્ષા કરવી હોય ત્યારે, આ જોડી ન્યાય મેળવવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે અને તેઓ પોતાની જવાબદારીને જ આગળ રાખે છે.

સ્વતંત્ર દિન નિમિતે, સોનાક્ષી બત્રા અને ફરમાન હૈદર બંને તેમના માટે દેશભક્તિનો અર્થ શું છે અને જગધાત્રી અને શિવાયની ભૂમિકા ભજવવાથી તેમની દેશભક્તિનો એક અલગ જ દૃષ્ટિકોણ કેવી રીતે મળ્યો છે, તે વિશે ચર્ચા કરે છે. તેમના પાત્રો દ્વારા તેઓ આપણા જીવનના વાસ્તવિક હીરો, આર્મી, પોલિસ, નેવી અને અન્ય ફોર્સના બહાદુર પુરુષો તથા સ્ત્રીઓ પ્રત્યેની પ્રસંશા પણ મેળવે છે, જે રાષ્ટ્રની સુરક્ષા તથા તેના લોકોને સુરક્ષિત રાખવા માટે અથાક મહેનત કરે છે, ઘણીવખત પોતાના જીવને પણ જોખમમાં મૂકે છે.

સોનાક્ષી બત્રા, જે જગધાત્રીની ભૂમિકા કરે છે તે કહે છે, “જગધાત્રીની ભૂમિકા ભજવતા જ દેશભક્તિ પ્રત્યેનો મારો સમગ્ર દૃષ્ટિકોણ જ બદલાઈ ગયો છે. હું જ્યારે પણ યુનિફોર્મ પહેરું અને પાત્રમાં પ્રવેશું ત્યારે હું અંદરથી જ ખૂબ જ શક્તિશાળી અને તાકાતવર હોઉં એવું અનુભવું છું. સાથોસાથ, તેનાથી મેં અનુભવ્યું કે, આપણા સાચા હીરોમાં કેટલી હિંમત અને ધૈર્ય છે. જગધાત્રી દ્વારા મને સમજાયું અને જાણવા પણ મળ્યું કે, આપણા આર્મી, પોલિસ, નેવી અને અન્ય ફોર્સના મહિલા અને પુરુષો કેટલા હિંમતવાન છે, જેઓ અથાગ કામ કરે છે અને પોતાના જીવનના જોખમે આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખીને લોકોનું રક્ષણ કરે છે. મારી સાથે જે હંમેશા રહેશે તે છે, આ હીરો જેમની ડ્યુટી હંમેશા બધાથી પહેલા છે અને દેશની સેવા એ ફક્ત એક જવાબદારી નહીં પરંતુ તેમનું જીવન છે. આ સ્વતંત્ર દિન નિમિતે, મને ખૂબ જ ગર્વ છે કે, હું એક એવું પાત્ર કરી રહી છું, જે આ જુસ્સાને રજૂ કરે છે અને દરરોજ આ પાત્ર મને આપણા સાચા હીરોના મૂલ્યો અને આદરની યાદ અપાવે છે, જેમને આપણા દેશની સુરક્ષા માટે તેમનું જીવન સમર્પિત કરી દીધું છે.”

ફરમાન હૈદર, જે શિવાયની ભૂમિકા કરે છે તે કહે છે, “હું નાનો હતો, ત્યારથી જ મારું સપનું એક આઇપીએસ અધિકારી બનવાનું હતું, તો જ્યારે મને શિવાય દ્વારા એક પોલિસ અધિકારીનું પાત્ર કરવાની તક મળી ત્યારે મને ખરેખર તે ખૂબ જ ખાસ લાગ્યું હતું. હું વાસ્તવિક જીવનમાં એક આઇપીએસ ઓફિસર તો ન બની શક્યો પણ આ પાત્ર દ્વારા મને તે અનુભવ કરવાનો મોકો મળ્યો છે. જ્યારે પણ શિવાય અને જગધાત્રી તેમના મિશનમાં સફળ થાય છે અને કોઈ ગુનેગારને ન્યાયના કઠેડામાં લેવવામાં આવે ત્યારે મને ખૂબ જ ગર્વ થાય છે, કેમકે ભલે તે કોઈ પાત્ર દ્વારા કરવામાં આવ્યું હોય પણ મને દેશ અને તેના લોકો માટે ઉભા રહેવાનો અર્થ શું થાય છે, તે અનુભવવા મળે છે. આ સ્વતંત્ર દિન નિમિતે, હું શિવાયની ભૂમિકા ભજવવા માટે આભારી છું કેમકે, આ પાત્રએ મને આપણા વાસ્તવિક જીવનના હીરો માટે ખૂબ જ ગર્વ અપાવ્યો છે, જેમને રાષ્ટ્રને પોતાના કરતા પહેલા રાખ્યું છે. દેશની સેવા અને સુરક્ષા એ ફરજનો જ સર્વોચ્ચ સ્વરૂપોમાંનું એક છે અને શિવાયના પાત્ર દ્વારા આ ભાવના રજૂ કરવાનો મને ગર્વ છે.”

આ દરમિયાન જ તાજેતરના એપિસોડમાં જગધાત્રીમાં જેડી અને શિવાય માટે એક નવો પડકાર ઉભો થયો છે. જગધાત્રી એ વ્યક્તિની ઓળખને સામે લાવવા માટે પ્રતિબદ્ધ છે, જેનું નામ શરૂ થાય છે, ‘મ’થી, અને જે દેશમુખ પરિવારનો સભ્ય છે અને જગધાત્રીની માતાના મૃત્યુ પાછળનો શંકાસ્પદ ગુનેગાર છે. જો કે, પરિસ્થિતિ તેના માટે એટલા માટે મુશ્કેલ છે, કેમકે તે એવા વ્યક્તિને શોધી રહી છે, જે એ પરિવારની છે, જેને તે પોતાનો માને છે, આ બધાને લીધે તેની ફરજ અને ભાવનાત્મક સંબંધોની વચ્ચે ફસાઈ ગઈ છે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: બેન્ક એકાઉન્ટ અનફ્રિજ કરવા લાંચ માંગનાર બે અધિકારી ઝડપાયા
Next: NPS માં રોકાણના નવા વિકલ્પ મળશે

Related News

ટઇગર

ટાઈગર શ્રોફ પર હુમલો આ ગેંગે કર્યો, નામ સામે આવતા બોલીવૂડમાં ખળભળાટ

Sachot Samachar Team October 19, 2026
rasika-0

‘લિટલ થોમસ’ માટે રસિકા દુગ્ગલે ચાર મહિનામાં પિયાનો વગાડવાનું શીખ્યું

Sachot Samachar Team October 16, 2026
WhatsApp Image 2026-10-14 at 5.47.02 PM

અભિનેત્રી ગુલ્કીએ તાજેતરમાં શૂટિંગ દરમિયાન પપી સાથેના પિક્સ શેર કર્યા

Sachot Samachar Team October 15, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.