અમદાવાદમાં મંડળી ગરબાના વેન્યુ પર પ્રવેશના મુદ્દે એવો વિવાદ થયો કે ઉત્સવનો માહોલ થોડી જ મિનિટોમાં તણાવપૂર્ણ બની ગયો હતો.

અમદાવાદમાં મંડળી ગરબામાં આયોજકો અને અસામાજિક તત્ત્વો સામસામે આવી જતાં બબાલ શરૂ થઈ હતી જેની વાયરલ તસ્વીર અહીં જોવા મળે છે.
સિક્યોરિટી ગાર્ડ અને બાઉન્સરોના હાથમાં તલવારો અને ધોકા જોવા મળતાં ગરબે ઘૂમવા આવેલા ખેલૈયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
મોંઘા ભાવે ટિકિટ ખરીદીને ગરબાની મજા માણવા આવેલા લોકો માટે આ દૃશ્ય ચિંતાજનક બની ગયું હતું.