ભરૂચ-બનાસકાંઠામાં અકસ્માતની ત્રણ ઘટનામાં 8નાં મોત
ભરૂચ જિલ્લાના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે અકસ્માત થતાં વડોદરા DCBમાં ફરજ બજાવતા PSI સહિત ત્રણનાં મોત થયાં હતાં.
માર્ગ અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં કુલ આઠ લોકોનાં મોત થયાં છે.
પાલનપુર-ડીસા હાઈવે પર રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતાં એક દંપતી સહિત ત્રણનાં મોત થયાં હતાં.
જ્યારે અમીરગઢ નજીક બાઈકને અજાણ્યા વાહને ટક્કર મારતાં GRD જવાન સહિત બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.