Homeદેશ-વિદેશAI સિંદુર અને મંગલસૂત્રને નો એન્ટ્રી

AI સિંદુર અને મંગલસૂત્રને નો એન્ટ્રી


એરલાઈન્સ કંપની `એર ઈન્ડિયા’ દ્વારા પોતાના કર્મચારીઓ માટે જાહેર કરવામાં આવેલા એક ડ્રેસકોડને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડીયા પર એર ઈન્ડિયાની એક કથિત નિયમાવલી (હેન્ડ બુક) પ્રસારિત થઈ રહી છે, જેમાં વિમાનના ચાલક દળ (કેબીન ક્રુ)ના સભ્યો માટે ધાર્મિક પ્રતીકો જેમકે મંગળસૂત્ર સિંદુર અને ચુડી પહેરવા પર પાબંદી લગાવવાની વાત કહેવામાં આવી છે.

આ ઉપરાંત સોનાની ચૂડીઓ, ધાર્મિક દોરા, મોતી, પગની વીંટી, પાયલ, મંગલસૂત્ર પહેરવા પર પણ રોકની વાત કહેવામાં આવી છે. સોશ્યલ મીડિયામાં લોકોએ આ મામલે એરલાઈન કંપનીનો વિરોધ કર્યો અને તેના બહિષ્કારની માંગ કરી.

લોકોએ સોશ્યલ મીડીયામાં કર્યો વિરોધ
સોશ્યલ મીડીયામાં શેર કરવામાં આવેલ એક જાણકારી અનુસાર એર ઈન્ડિયાના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે ક્રૂની મહિલા સભ્ય કપાળ પર કોઈપણ રંગનો ચાંદલો-બિંદી કે સિંદુર લગાવી શકતી નથી.

વિવાદ વધતાં આખરે કંપનીએ કરવી પડી સ્પષ્ટતા
વિવાદને વધતો જોઈ એર ઈન્ડિયાના પ્રવકતાએ સ્પષ્ટતા જાહેર કરી આ દાવાઓ ફગાવી કહ્યું છે- ઈન્ટરનેટ પર જે નિયમાવલી પ્રસારિત થઈ રહી છે, તે ખૂબ જ જુની છે અને હાલમાં તે ઉપયોગમાં નથી. પ્રવકતાએ સફાઈ આપી હતી કે એર ઈન્ડિયાના કર્મચારીઓને તેમની પસંદ મુજબ બિંદી લગાવવાની પુરી સ્વતંત્રતા છે અને કંપની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરે છે.

સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત