Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • AAP સાંસદ સંજય સિંહનું સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે મોટું નિવેદન

AAP સાંસદ સંજય સિંહનું સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે મોટું નિવેદન

Sachot Samachar Team April 22, 2026
a-1

AAP સાંસદ સંજય સિંહ, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય રોડ શો

*સમગ્ર ગુજરાતમાં AAP કરશે સારું પ્રદર્શન, સુરતમાં નોંધાવશે મોટી જીત: સંજય સિંહ*

*4 મહાનગરપાલિકાઓમાં કોન્ટ્રાક્ટરોએ ભાજપને ₹200 કરોડ સુધીનું ફંડ આપ્યું: સંજય સિંહ*

*સુરત સહિત બીજી મહાનગરપાલિકાઓમાં પણ AAPને મજબૂત સમર્થન મળશે: સંજય સિંહ*

*ખોટા કેસ બનાવીને અમારા લોકોને ફસાવવામાં આવી રહ્યા છે: સંજય સિંહ*

*CR પાટીલ અને હર્ષ સંઘવીને સપનામાં AAP આવે છે: સંજય સિંહ*

આમ આદમી પાર્ટી રાજ્યસભા સંજય સિંહ, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની વિશેષ ઉપસ્થિતિમાં સુરતમાં AAP ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરતની જનતાનો ઉત્સાહ અને AAP નેતાઓ માટે આવકાર સ્પષ્ટ કરે છે કે આ વખતે SMC માં AAP નો ભવ્ય વિજય થવાનો છે. આ તકે મીડિયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું હતુ કે ગુજરાતમાં નગરપાલિકા,મહાનગરપાલીકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સારું પ્રદર્શન કરવા જઈ રહી છે અને ખાસ કરીને સુરતમાં અમે મોટી જીત હાંસલ કરીશું. અહીં અમારા સાથીઓ મજબૂત રીતે ચૂંટણી લડી રહ્યા છે અને તેમને જનતાનો પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે.આ વખતે ઝાડુ ચાલશે. મહાનગર પાલિકાઓના વિકાસ માટે હજારો કરોડનું બજેટ આવે છે, પરંતુ ચાર મહાનગર પાલિકાઓમાં જે કોન્ટ્રાક્ટરોને કામ મળે છે, તેમણે ભાજપને લગભગ 200 કરોડ રૂપિયાનું ફંડ આપ્યુ છે.ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગર પાલિકાઓમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, જેને અમે બહાર લાવી રહ્યા છીએ. અમને પૂર્ણ વિશ્વાસ છે કે સુરત તેમજ અન્ય મહાનગર પાલિકાઓમાં પણ આમ આદમી પાર્ટીને સારો સમર્થન મળશે.

આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ સંજય સિંહે વધુમાં જણાવ્યું હતુ કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમારી સામે આવા હથકંડાઓનો ઉપયોગ કરે છે. બિનઆધારિત અને ખોટા કેસ બનાવીને અમારા કાર્યકરોને ફસાવવામાં આવે છે. પરંતુ તેની જનતાના મન પર કોઈ અસર થવાની નથી. અમે મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છીએ અને જીતશું. તેઓએ અમારી પાર્ટીના લગભગ બધા નેતાઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. કેજરીવાલજીથી લઈને બીજા અનેક નેતાઓ પર ખોટા કેસ કર્યા છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભાજપ આ પ્રકારના ખોટા કેસ કરે છે.એમાં તેઓ નિષ્ણાત છે. સી.આર. પાટીલ હોય કે હર્ષ સંઘવી હોય, દિવસ-રાત તેમના મનમાં એક જ વાત છે, આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી. તેનો અર્થ એ છે કે તેઓ આમ આદમી પાર્ટીની તાકાતને સ્વીકારે છે અને તેથી તેઓ ડરે છે. આ વખતે જનતા પણ ઝાડુ ચલાવશે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram
Tags: #AAP #Electiongujarat #gujaratelection2026 bjp

Post navigation

Previous: AI સિંદુર અને મંગલસૂત્રને નો એન્ટ્રી
Next: NCP નેતા શરદ પવાર તબિયત લથડતા બ્રીચ કેન્ડીમાં દાખલ

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
k1

કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Sachot Samachar Team October 29, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.