#PAN CARD માટેના નવા નિયમ અનુસાર એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ કેશ ઉપાડવા કે જમા કરવા પર જ પાનકાર્ડ આપવું ફરજીયાત બનશે. હાલ એક દિવસમાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ જમા કરવા પર જ પાનની જરૂર પડે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીઝ (સીબીડીટી)એ શુક્રવારે ઈન્કમટેકસ એકટ-2025 માટે નવા નિયમોનું નોટીફીકેશન જાહેર કરી દીધું છે. તેમાં નોકરિયાત લોકોને મકાન ભાડા (એચઆરએ) પર મળતી ટેકસ છુટનું ક્ષેત્ર વધારી દેવામાં આવ્યું છે. આ નિયમ 1 એપ્રિલથી લાગુ પડી જશે.
ગાડી ખરીદવાના મામલામાં જો કિંમત 5 લાખ રૂપિયાથી વધુ છે તો પાન આપવું પડશે. જૂના નિયમોમાં ટુ વ્હીલર માટે પાનની જરૂરિયાત નહોતી અને કારો માટે તે દરેક કિંમત પર જરૂરી હતું.
