એક ખતરનાક સ્પાયવેર ટૂલના કારણે કરોડો આઈફોન ડિવાઇસ જોખમમાં આવી પડ્યા હોવાના એક રિપોર્ટથી સનસનાટી મચી ગઇ છે.

દુનિયાભરનાં આઈફોન યુઝર્સ માટે એક મોટી ચેતવણી સામે આવી છે. નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક ખતરનાક સ્પાયવેર ટૂલના કારણે કરોડો આઈફોન ડિવાઇસ જોખમમાં આવી શકે છે.
સંશોધકોએ એક એવા સોફ્ટવેર ટૂલની શોધ કરી છે જે યુઝર્સની જાણ બહાર ચુપચાપ ફોનમાં ઘૂસી શકે છે. રિપોર્ટ અનુસાર, આ ટૂલ ઇન્ટરનેટ પર સક્રિય છે અને કેટલાક હેકર ગ્રુપ તેનો ઉપયોગ કરી રહ્યાં છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ હુમલા માટે યુઝર્સે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડતી નથી. માત્ર એક સંક્રમિત વેબસાઇટ ખોલવી જ પૂરતી હોઈ શકે છે. ત્યારબાદ આ ટૂલ ફોનની સિસ્ટમમાં ઘૂસીને ડેટા સુધી પહોંચી શકે છે. આ સ્પાયવેરની ખાસિયત એ છે કે તે ફોનની અંદરની ઘણી બધી માહિતી મેળવી શકે છે, જેમાં મેસેજ, ઈમેઈલ, લોકેશન અને અન્ય પર્સનલ ડેટા સામેલ હોઈ શકે છે.
