
શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓ સાથે મુલાકાત કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓ સાથે ખાસ સંવાદ કર્યો હતો. આ વિશેષ વાતચીત દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે દરેક બાળકમાં પ્રભુએ કોઈને કોઈ અનોખી શક્તિ કે પ્રતિભા ચોક્કસ આપી હોય છે, અને શિક્ષકની મુખ્ય જવાબદારી તે સુષુપ્ત પ્રતિભાને ઓળખીને તેને બહાર લાવવાની છે.
આ બેઠકમાં પીએમ મોદીએ બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણ પદ્ધતિ, વિદ્યાર્થીઓની છૂપી પ્રતિભાને ઓળખવા અને વર્તમાન સમયની મોટી સમસ્યા બનેલા સ્ક્રીન ટાઈમ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડી ચર્ચા કરી હતી. શિક્ષકોએ પણ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે કેવી રીતે તેઓ વર્ગખંડમાં બાળકોના અલગ-અલગ કૌશલ્યને ઓળખીને તેમને પ્રોત્સાહિત કરે છે.