Homeગુજરાતગુજરાતી નાટકો અને મતદાનને પ્રોત્સાહન આપવા નવી પહેલ

ગુજરાતી નાટકો અને મતદાનને પ્રોત્સાહન આપવા નવી પહેલ

વિવેક શાહ પ્રોડક્શન્સ અને સીમાની ક્રિએશન નો અનોખો પ્રયાસ 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રવિવાર, 26મી એપ્રિલ, 2026ના રોજ મતદાન થવાનું છે. મતદારોને આકર્ષવા માટે જ્યાં રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે ત્યાં બીજી તરફ મતદારો મતદાન કરવા બહાર નિકળે તે માટે કેટલાક બિનરાજકીય લોકો પણ પ્રયાસ કરી રહ્યાં છે. તેવા એક છે વિવેક શાહ.

 

 

અમદાવાદના વિવેક શાહ પ્રોડક્શન અને સીમાની ક્રિએશનના વિવેક શાહે જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે તે સાથે લોકોને ખડખડાટ હસાવવા એ અમારી નૈતિક ફરજ છે. ગુજરાતી નાટકો સાથે સંકલાયેલા વિવેક શાહે કહ્યું કે મતદાનનું નિશાન બતાવીને અમારા 26મી એપ્રિલ થતા 3જી મેના રોજની નાટકની ટિકિટ ખરીદનારને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

મતદાન કર્યાનો ફોટો બતાવી આ લાભ મેળવી શકાશે. આવી જ રીતે ઘણા લોકો 100 ટકા મતદાન થાય તે માટે પ્રયત્નશીલ છે. વિવેક શાહ પ્રોડક્શન્સ અને સીમાની ક્રિએશન નો આ એક અનોખો પ્રયાસ છે તેમ પણ વિવેક શાહે જણાવ્યું હતું. વિવેક શાહ ગુજરાતી નાટકોના સફળ મંચન માટે પ્રયાસ કરતા રહે છે અને ગુજરાત તથા ખાસ કરીને અમદાવાદના અનેક ઉભરતા કલાકારોને રંગમંચ પર પોતાની પ્રતિભા રજૂ કરવા તક પણ આપતા રહે છે. તેમના નાટકો અમદાવાદ, મુંબઈ, સુરત અને રાજકોટની સાથે મુંબઈ સહિતના શહેરોમાં પણ યોજાતા રહે છે.

 

 

સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત