
દેશમાં જ્યાં મોટાભાગના વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે ઉત્તર ભારતથી સારા સમાચાર આવી રહ્યાં છે, બુધવારે દિલ્હી તથા એનસીઆર સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ થયો અને તેના કારણે દિલ્હીમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. નોઈડામાં પણ હળવો વરસાદ પડયો છે.
યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું
આગામી દિવસોમાં હવામાનની આગાહી અનુસાર ત્રણ અને ચાર મે એ ફરી વાદળ છવાવાની અને હળવો વરસાદ પડી શકે છે. આજના માટે વરસાદને લઇને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ગરજ-ચમક થઈ શકે છે
આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 એપ્રિલ સુધી આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને હળવા વરસાદ સાથે ગરજ-ચમક થઈ શકે છે. આજના માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે મે એ હવામાન ચોખ્ખું રહેશે અને તાપમાન વધીને 40 ડીગ્રી આસપાસ પહોંચી શકે છે.
લોકોને ગરમીમાં થોડી રાહત મળશે
દિલ્હી સહિત આસપાસના મોટાભાગના ભાગોમાં વરસાદની પણ હજુ આગાહી છે. તથા આગામી દિવસોમાં પણ વાદળ છવાયેલા રહેવાના સાથે હવાઓ પણ ચાલે છે જેથી ભીષણ ગરમી પર રોક લાગશે જ. સાથે સાથે તાપમાનમાં પણ ઘટાડો થશે અને લોકોને ગરમીમાં થોડી રાહત મળશે.
