Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • સ્પેશિયલ
  • ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન તમિલનાડુની મુલાકાતે જશે

ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન તમિલનાડુની મુલાકાતે જશે

Sachot Samachar Team August 14, 2026
Shri_C_P_Radhakrishnan

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 16 અને 17 ઓગસ્ટ, 2026ના રોજ તમિલનાડુની બે દિવસીય મુલાકાતે જશે, જે દરમિયાન તેઓ ચેન્નઈ, ચેંગલપટ્ટુ, તિરુવારુર અને તંજાવુરમાં શૈક્ષણિક, સ્મરણાંજલિ અને સાહિત્યિક કાર્યક્રમોની શ્રેણીમાં ભાગ લેશે.

16 ઓગસ્ટના રોજ તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ કટ્ટનકુલથુર, ચેંગલપટ્ટુ ખાતે SRM ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SRMIST)ના 22મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.

તેઓ ચેન્નાઈના ટી. નગર ખાતે આવેલા વાણી મહલમાં નાગાલેન્ડ, મણિપુર અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી લા. ગણેશનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

બાદમાં, શ્રી સી. પી. રાધાકૃષ્ણન ચેન્નાઈના ડી.જી. વૈષ્ણવ કોલેજ ઓડિટોરિયમ ખાતે હિન્દુ મુન્નાનીના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી કે. રામગોપાલનના વિચારો અને લેખો પર આધારિત ‘Echoes of a Nationalist Mind’ નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં હાજરી આપશે.

17 ઓગસ્ટના રોજ, ઉપરાષ્ટ્રપતિ તિરુવારુર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ તમિલનાડુના 11મા પદવીદાન સમારોહમાં હાજરી આપશે.

ત્યારબાદ તેઓ તંજાવુર ખાતે શાસ્ત્ર ડીમ્ડ યુનિવર્સિટીના રુબી અને સિલ્વર જ્યુબિલી સમાપન સમાંરંભમાં ભાગ લેશે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: દિલ્હીમાં અમૃત ઉદ્યાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે
Next: WR અમદાવાદ મંડળમાં તિરંગા રેલી યોજાઈ

Related News

B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
ડિટોક્સ

DIGITAL ઉપવાસ,નવરાત્રીમાં  સ્ક્રીન પણ છોડો

Sachot Samachar Team October 16, 2026
image001_20261015104459_e393e8

જનજાતીય ભાષાઓ અંગે કાર્યકારી જૂથની પ્રથમ બેઠક

Sachot Samachar Team October 15, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.