ચકચારી ભાવનગર લઠ્ઠાકાંડ કેસમાં તપાસ દરમિયાન પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. ઝેરી દારૂકાંડ બાદ ગુજરાત છોડીને ફરાર થઇ ગયેલા માસ્ટરમાઇન્ડ લાડુ ઉર્ફે ગણેશ ખારોલને રાજસ્થાનના ભીલવાડાથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીના રિમાન્ડ 8 ઓક્ટોબર સુધી મંજૂર થયા છે. વરતેજમાં ઝેરી દારૂ બનાવવાના મામલે પણ તેની પૂછપરછ થઈ રહી છે.
વરતેજ વિસ્તારમાં ગૌતમ સોલંકીના ઘરે ઝેરી દારૂ બનાવવામાં આવતો હતો. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ગણેશ ખારોલ ઝેરી દારૂના પેકિંગમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સામાનનો સપ્લાય કરતો હોવાનો આરોપ છે.
ઝડપાયેલા ગણેશ ખારોલના 8 ઓક્ટોબર સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન ઝેરી દારૂના નેટવર્ક, સામાનના સપ્લાય અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે મહત્વની વિગતો બહાર આવી શકે છે.