Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • મનોરંજન
  •   શ્રિયા સરન : અજય દેવગનની પત્ની તરીકેનો રોલ ખૂબ પસંદ આવ્યો છે દર્શકોને

  શ્રિયા સરન : અજય દેવગનની પત્ની તરીકેનો રોલ ખૂબ પસંદ આવ્યો છે દર્શકોને

Sachot Samachar Team October 15, 2026
sriya

અભિનેત્રી શ્રિયા સરન મૂળમાં દક્ષિણની અભિનેત્રી છે અને તમિળ અને તેલુગુ ફિલ્મોમાં તેણે પોતાનું અલગ સ્થાન જમાવ્યું છે. શ્રિયાને નાનપણથી જ નૃત્યાંગના બનવું હતું, પણ અત્યારે 44 વર્ષની આ અભિનેત્રીએ તમિળ અને તેલુગુ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
નાનપણથી જ શ્રિયાને નૃત્યનો શોખ રહ્યો છે અને નાનપણમાં તેની માતાએ તેની કથ્થકની તાલીમ આપી હતી અને ત્યાર પછી તેણે રાજસ્થાની લોકનૃત્યુની પણ તાલીમ લીધી છે. કથ્થક નૃત્યુના જાણકાર શોવના નારાયણ પાસે શ્રિયાએ વધુ તાલીમ લીધી છે. પોતાના કૉલેજકાળ દરમિયાન શ્રિયાએ નૃત્યના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તે લેડી શ્રીરામ કૉલેજના બીજા વર્ષમાં હતી ત્યારે જ તેણે પહેલી વાર કૅમેરાનો સામનો કર્યો હતો.

2003માં તેની રિતેશ દેશમુખ અને જેનેલિયા સાથેની ‘તુજે મેરી કસમ’ નામની પહેલી હિન્દી ફિલ્મ આવી ત્યારથી તે સમયાંતરે હિન્દી ફિલ્મોમાં પોતાની હાજરી દર્શાવે છે. 2015માં ‘દૃશ્યમ’નો પહેલો ભાગ આવ્યો અને 11 વર્ષ પછી અત્યારે 2026માં ‘દૃશ્યમ-થ્રી’ રજૂ થઈ એ વચ્ચેમાં તેણે બીજી અનેક ફિલ્મો કરી છે. આ ત્રણેય ભાગમાં તેણે અજય દેવગણની પત્નીની ભૂમિકા ભજવી છે અને તેનાં અભિનયનાં વખાણ જ થયાં છે.
જોકે આ 11 વર્ષના ગાળા દરમિયાન શ્રિયાની હિન્દી ફિલ્મોમાં કોઈ ફિલ્મ ઉલ્લેખનીય નથી રહી. ઇમરાન હાશમી સાથેની ‘આવારાપન-ટુ’માં તેની મહેમાન કલાકાર જેવી ભૂમિકા હતી. બાકી તેણે આ દરમિયાન મ્યુઝિક સ્કૂલ (શર્મન જોશી સાથે), સબ કુશલ મંગલ (આઇટમ ગીતમાં) અને ‘ફેમસ’ (જિમી શેરગીલ-કે. કે. મેમન સાથે) કરી છે, પણ ‘દૃશ્યમ’માં તે નંદીની સાલગાંવકરની ભૂમિકામાં કાયમ દીપી ઊઠી છે.
11 સપ્ટેમ્બરના ઉત્તર પ્રદેશના હરિદ્વારમાં કાયસ્થ કુટુંબમાં 1982ના તેનો જન્મ થયો છે. પિતા પુષ્પેન્દ્ર સરન ભટનાગર એ સરકારી કંપનીમાં કામ કરે છે અને તેની માતા હરિદ્વારમાં રાણીપુર માં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં એક શિક્ષિકા છે. શ્રિયાએ પોતાનું ભણતર હરિદ્વાર અને નવી દિલ્હીમાં પૂરું કર્યું છે. શ્રિયાની માતૃભાષા હિન્દી છે. શ્રિયાએ દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાંથી સાહિત્યમાં બી.એ.ની ડિગ્રી મેળવી છે.
બનારસમાં શેગુ નાથનના મ્યુઝિક વીડિયોમાં તેને ચમકવાની તક મળી હતી. આ વીડિયો રામોજી ફિલ્મ્સવાળાઓ એ જોયો તેમણે તેને ‘ઇષ્ટમ’ નામની તેલુગુ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકામાં સાઇન કરી. તેની આ ફિલ્મ 2001માં રિલીઝ થાય એ પહેલાં જ શ્રિયાએ બીજી ચાર ફિલ્મા સાઇન કરી લીધી હતી.
2002માં તેની તેલુગુ ભાષામાં બીજી ફિલ્મ આવી ‘સંતોષમ’. આ ફિલ્મે તેને સફળતા પણ અપાવી અને દક્ષિણની ફિલ્મોમાં તે સ્થાપિત પણ થઈ ગઈ. ‘સંતોષમ’માં તેની સાથે નાગાર્જૂન, ગ્રેસી સિંહ અને પ્રભુદેવા જેવાં કલાકારો હતા છતાં શ્રિયા સરનની પણ નોંધ લેવામાં આવી હતી. આ પહેલી સફળતા પછી તેને ક્યારેય પાછું ફરીને જોવાની જરૂર નથી પડી. એક પછી એક ફિલ્મા તેને મળતી ગઈ અને તે એક સફળ અભિનેત્રી તરીકે આગળ વધતી ગઈ.
તેલુગુ અને તમિળ ફિલ્મોમાં તેણે નંદામુરી બાલાકૃષ્ણથી માંડીને કૃષ્ણા રાજુ, ચિરંજીવી, નાગાર્જુન, મહેશ બાબુ, પવન કલ્યાણ, એનટીઆર (જુનિયર), વેંકટેશ, રવિ મોહન, પ્રભાસ, રવિ તેજા, રામ પોથીનેની, મોહન બાબુ, ધનુષ, પુનીત રાજકુમાર, રજનીકાંત, વિજય, વિશાલ જેવા કલાકારો સાથે કામ કર્યું છે.
—————–

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: GPCB દ્વારા પ્રદૂષણ ફેલાવતી ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર મિલ બંધ કરાવાઈ
Next: અભિનેત્રી ગુલ્કીએ તાજેતરમાં શૂટિંગ દરમિયાન પપી સાથેના પિક્સ શેર કર્યા

Related News

ટઇગર

ટાઈગર શ્રોફ પર હુમલો આ ગેંગે કર્યો, નામ સામે આવતા બોલીવૂડમાં ખળભળાટ

Sachot Samachar Team October 19, 2026
rasika-0

‘લિટલ થોમસ’ માટે રસિકા દુગ્ગલે ચાર મહિનામાં પિયાનો વગાડવાનું શીખ્યું

Sachot Samachar Team October 16, 2026
WhatsApp Image 2026-10-14 at 5.47.02 PM

અભિનેત્રી ગુલ્કીએ તાજેતરમાં શૂટિંગ દરમિયાન પપી સાથેના પિક્સ શેર કર્યા

Sachot Samachar Team October 15, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.