Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • GPCB દ્વારા પ્રદૂષણ ફેલાવતી ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર મિલ બંધ કરાવાઈ

GPCB દ્વારા પ્રદૂષણ ફેલાવતી ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર મિલ બંધ કરાવાઈ

Sachot Samachar Team October 10, 2026
WhatsApp Image 2026-10-10 at 5.57.20 PM

કરણ હિરાણી (મહેસાણા)

GPCBએ મહેસાણાના સામેત્રામાં પ્રદૂષણકારી એકમનું કામકાજ અટકાવ્યું, ₹૧૦ લાખની બેંક ગેરંટી પણ જપ્ત

 

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની મહેસાણા પ્રાદેશિક કચેરી દ્વારા 09-10-2026 ના રોજ એક મહત્વપૂર્ણ કાર્યવાહી અંતર્ગત સામેત્રા ગામમાં આવેલી મેસર્સ ટ્વીલાઇટ ક્રાફ્ટ પેપર પ્રા. લી. એકમને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યું છે. જીપીસીબીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રદ્દી કાગળમાંથી ક્રાફ્ટ પેપર બનાવતા આ એકમ દ્વારા ફેલાવવામાં આવતી અસહ્ય દુર્ગંધને કારણે સામેત્રા, મરેડા, મીઠા, ગોકળગઢ અને ખારા જેવા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો હતો. આ ગંભીર પર્યાવરણીય પ્રદૂષણ મુદ્દે ગ્રામજનો દ્વારા સતત ફરિયાદો કરવામાં આવી રહી હતી, જેના પગલે તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આખરે એકમને તાળાબંધી કરવામાં આવી છે.

આ એકમ સામેની કાર્યવાહીનો ઈતિહાસ જોતા, GPCB દ્વારા વખતોવખત સ્થળ મુલાકાત લઈને સ્થાનિક લોકોના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એકમમાંથી ફેલાતી દુર્ગંધની પુષ્ટિ થતા હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૧ની કલમ ૩૧(એ) હેઠળ તા. ૧૫/૧૦/૨૦૨૫ના રોજ જ ક્લોઝર ડાયરેક્શન એટલે કે એકમ બંધ કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. આ સાથે જ બોર્ડ દ્વારા એકમની ૧૦ લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ જપ્ત કરવામાં આવી હતી. જોકે, આ આદેશ સામે એકમે અપીલેટ ઓથોરિટીમાં અપીલ કરી હતી, જે ગત ૧૬ જુલાઈ ૨૦૨૬ના રોજ ફગાવી દેવામાં આવી હતી.

કાયદાકીય જંગમાં એકમે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને ક્લોઝર હુકમ સામે રિટ પિટિશન દાખલ કરી હતી. જોકે, તાજેતરમાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ થયેલી સુનાવણી દરમિયાન અરજદારના વકીલે પોતાની અરજી પાછી ખેંચવાની રજૂઆત કરી હતી. નામદાર હાઈકોર્ટે આ રજૂઆતને ગ્રાહ્ય રાખી અરજી તેમજ અગાઉ આપેલા વચગાળાના આદેશો રદ ઠેરવ્યા હતા. હાઈકોર્ટમાંથી અરજી રદ થતાની સાથે જ GPCB માટે અગાઉના ક્લોઝર હુકમનો અમલ કરવાનો માર્ગ સાફ થયો હતો.

પર્યાવરણીય પ્રશ્નો અને પ્રદૂષણને લઈને તા. ૦૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ આસપાસના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને સરકારી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા હતા અને ગત વર્ષના ક્લોઝર હુકમની કડક અમલવારી કરીને એકમનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવ્યું છે. તંત્રની આ ત્વરિત અને સકારાત્મક કાર્યવાહીને પગલે ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને પોતાનું આંદોલન તાત્કાલિક સમેટી લીધું હતું એમ અખબારી યાદીમાં જણાવાયું છે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: બેચરાજીના રણેલા ગામે ખેડૂતો માટે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ શિબિર યોજાઈ
Next:   શ્રિયા સરન : અજય દેવગનની પત્ની તરીકેનો રોલ ખૂબ પસંદ આવ્યો છે દર્શકોને

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
k1

કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Sachot Samachar Team October 29, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.