
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને જણાવતા આનંદ થાય છે કે ચાલુ માસ દરમિયાન અમદાવાદ મેટ્રોમાં પ્રતિદિન ૨ લાખ સુધીની મુસાફરી નોંધાઈ છે. ઉલ્લેખીનીય છે કે આ સિદ્ધિ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાતી IPL, વર્લ્ડ કપ જેવી મોટી ક્રિકેટ મેચો અથવા Coldplay જેવા મોટા મ્યુઝિક કોન્સર્ટ કે કોઈ પણ મેગા ઇવેન્ટ ના હોય તેવા દિવસોની મુસાફરીની સંખ્યા છે.

દરરોજની મુસાફરી માટે મેટ્રોને પ્રથમ પસંદગી બનાવવા બદલ GMRC તમામ મુસાફરોનો આભાર વ્યક્ત કરે છે. મુસાફરોનો વધતો વિશ્વાસ અને સતત સહકાર અમદાવાદ મેટ્રોની સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.