વોશિંગ્ટન: બિનનિવાસી ભારતીય કુટુંબની પુત્રી અને પહેલી વખત ચૂંટણી લડી રહેલી અપર્ણા રાજે વોશિંગ્ટન ડીસીમાં વોર્ડ-૧ કાઉન્સિલ સીટ માટે ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણી જીતી લીધી છે. આ વિજય સાથે તે છેલ્લા ત્રણ દાયકામાં વોર્ડ-૧ની પહેલી પ્રતિનિધિ બનવા તરફ અગ્રેસર છે.

રેન્ક્ડ ચોઇસ વોટિંગ સિસ્ટમ હેઠળ થયેલી મતગણનાના ચોથા રાઉન્ડમાં અપર્ણા રાજને ૫૨ ટકા મત મળ્યા. ૩૨ વર્ષીય અપર્ણા રાજ હવે ડી.સી. કાઉન્સિલની સૌથી યુવાન સભ્ય બનવાની તૈયારીમાં છે.
વોર્ડ-૧માં કોલંબિયા હાઈટ્સ, એડમ્સ મોર્ગન, માઉન્ટ પ્લેઝન્ટ, શો, યૂ સ્ટ્રીટ, પાર્ક વ્યૂ, કાલોરમા, હાર્વર્ડ યુનિવર્સિટી અને લેડ્રોઇટ પાર્ક જેવા વિસ્તાર સામેલ છે. એકપ્રોગ્રેસિવ પોલિસી એડવોકેસી ગુ્રપમાં કમ્યુનિકેશન્સ મેનેજર તરીકે કાર્યરત અપર્ણા રાજે રાજકીય કારકિર્દીનો પ્રારંભ ભાડૂઆતોના અધિકારો માટે કામ કરનારા આયોજક તરીકે કરી હતી. અપર્ણા પોતે જ ભાડાના ઘરમાં રહે છે. તેનું કહેવું છે કે સ્થાનિક સરકારમાં ભાડૂઆતોનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ.
તેમણે પાંચ ઉમેદવારોને હરાવીને ચૂંટણી જીતી હતી.