દક્ષિણ અમેરિકાના વેનેઝૂએલામાં બુધવારે આવેલા માત્ર ૩૯ સેકન્ડમાં આવેલા એક પછી એક પ્રચંડ ભૂકંપોએ તબાહી વેરી દીધી છે. રિક્ટર-સ્કેલ ઉપર ૭.૫ અને ૭.૨ની તીવ્રતાના આ ભૂકંપોએ જે તબાહી વેરી છે તે જોઈ કાળજું કંપી ઉઠે તેમ છે. અનેક ઇમારતો ધ્વસ્ત થઇ છે અનેક મલબા નીચે દબાયેલા છે. મલબા નીચે દબાયેલાઓની ચીસો કમકમાં ઉપજાવે છે, લોકો અહીંથી તહીં જીવ-બચાવવા દોડતા જોવા મળે છે. આ ભૂકંપો એટલા પ્રચંડ છે કે અમેરિકાની ભૂવૈજ્ઞાાનિક સર્વેક્ષણ (યુ.એસ.જીઓલોજિકલ સર્વે) અનુમાન આપે છે કે આ ભૂકંપથી મૃતકોની સંખ્યા ૧૦ હજારથી ૧ લાખ સુધી કે તેથી વધુ પણ પહોંચી શકે તેમ છે.

જાણકારો અનુસાર આ વિસ્તારમાં ૧૦૦ વર્ષમાં આવેલા ભૂકંપો પછીનો આ સૌથી પ્રચંડ ભૂકંપ છે.
યુ.એસ.જીયોલોજિકલ સર્વેએ વેનેઝૂએલામાં એસ્ટીમેટેડ ફેટાલીટીઝ (અનુમાનિત મૃત્યુ)ની દ્રષ્ટિએ જોતાં ૩૭ ટકા મત તો તેવો રહ્યો છે કે મૃત્યુ આંક ૧ લાખ સુધી પહોંચી શકશે.