Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • બિઝનેસ
  • વીકએન્ડમાં બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહેશે

વીકએન્ડમાં બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહેશે

Sachot Samachar Team September 10, 2026
banks

શુક્રવાર બાદ શનિ-રવિની અઠવાડિક રજા આવતી હોવાથી બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહેશે

 

બેંક કર્મચારી-અધિકારી યુનિયનો દ્વારા  સપ્તાહમાં પાંચ દિવસ કામ સહિતની અગાઉ થયેલી સમજુતીનો અમલ કરવા સહિતની માગણીઓના ટેકામાં આવતીકાલે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે જેને પગલે સરકારી બેંકોમાં અબજો રૂપિયાના નાણાંકીય વ્યવહારો ખોરવાય જવાની સંભાવના છે.  શુક્રવાર બાદ શનિ-રવિની અઠવાડિક રજા આવતી હોવાથી બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહેશે.

બેંક કર્મચારીઓ-અધિકારીઓના જુદા-જુદા સાત યુનિયનના સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા આ એલાન આપવામાં આવ્યું હોવાથી બેંકોના દરવાજા જ ન ખુલે તેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના છે.

મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેશે તો રોકડ લેવડદેવડ, ચેક ક્લીયરીંગ, આરટીજીએસ સહિતના વ્યવહારો અટકી જશે. રાષ્ટ્રીય લેવલે અબજો રૂપિયાના વ્યવહારો ખોરવાઇ જવાની સંભાવના છે.

સરકારની PLI સ્કીમ સામે પણ વાંધો છે. જેમાં દ્વિપક્ષીય ચર્ચા કરીને ફેરફાર કરવાની માંગ છે. ફાઇવ-ડે વિક વિશે થયેલી સમજુતી મુજબ સોમથી શુક્રવાર સુધી બેંકીંગ કામકાજનો સમય 40 મીનીટ વધારીને દર શનિવારની રજા જાહેર કરવાની સમજુતી થઇ હતી.

બેંક કર્મચારી-અધિકારી યુનિયન દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે બેંકોમાં કામકાજ સપ્તાહમાં પાંચ દિવસ રાખવા બે વર્ષ પૂર્વે સમજુતી થઇ હોવા છતાં તેનો અમલ કરવામાં આવતો નથી.

 

 

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન – પ્રગતિનું નવું પ્રવેશદ્વાર
Next: ગણેશ પંડાલ માટે AMC ફાયર વિભાગની ગાઇડલાઇન જાહેર

Related News

peddi

PEDDI નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 24 ઑક્ટોબરે Sony MAX પર

Sachot Samachar Team October 20, 2026
માર્કેટ

એશિયા સહિત ભારતીય શેરબજારમાં અમેરિકા અને યુરોપની અસરની સંભાવના

Sachot Samachar Team October 15, 2026
ોો

અમિત શાહ દક્ષિણ ઝોનલ કાઉન્સિલ (#SZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે

Sachot Samachar Team August 19, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.