અમદાવાદ ફાયર વિભાગે ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટી ગાઇડલાઇન જાહેર કરી છે. પંડાલમાં ફાયર સેફ્ટી વ્યવસ્થા, વિરુદ્ધ દિશામાં બે એક્ઝિટ દરવાજા અને ઇમરજન્સી સમયે સરળ બહાર નીકળવાની વ્યવસ્થા ફરજિયાત રહેશે. ફાયર વિભાગની ગાઇડલાઇન મુજબ પંડાલમાં ઇમરજન્સી એક્ઝિટની ખાસ વ્યવસ્થા કરવી પડશે. આયોજન દરમિયાન માત્ર ફાયર સેફ્ટી જ નહીં, પરંતુ પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવું પડશે.
300 રૂપિયાના સ્ટેમ્પ પર સેલ્ફ ડેક્લેરેશન પોલીસ અને ફાયર વિભાગમાં આપવું પડશે. નિયમોની ચકાસણી બાદ જ પંડાલને મંજૂરી મળશે. પંડાલની વિરુદ્ધ દિશામાં ઓછામાં ઓછા બે બહાર નીકળવાના દરવાજા તૈયાર રાખવા ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ ઇમરજન્સી સમયે ભક્તોની ભીડને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે.
આયોજકોએ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સેલ્ફ ડેક્લેરેશન તૈયાર કરીને ફાયર વિભાગ અને પોલીસ વિભાગમાં જમા કરાવવાનું રહેશે. આ સાથે પંડાલમાં લાગુ પડતા તમામ સુરક્ષા નિયમોનું પાલન કરવાની જવાબદારી આયોજકોની રહેશે.