Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • AMA કેનેડિયન ટ્રેડ કમિશનર સાથે વિશેષ સંવાદ

AMA કેનેડિયન ટ્રેડ કમિશનર સાથે વિશેષ સંવાદ

Sachot Samachar Team May 7, 2026
WhatsApp Image 2026-04-30 at 6.36.42 PM

 

સંજય ઘમન્ડે

“મેપલ કન્ટ્રી” (કેનેડા) અને “ભારતના ગ્રોથ એન્જિન” (ગુજરાત) વચ્ચેના આર્થિક સેતુને મજબૂત કરવાના હેતુથી, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા એએમએ કમિટીના સભ્યો અને અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે મુંબઈ સ્થિત કેનેડાના કોન્સ્યુલેટ જનરલના પશ્ચિમ ભારતના સિનિયર ટ્રેડ કમિશનર એન્ડ્રુ મહારાજ અને અમદાવાદ સ્થિત કેનેડિયન ટ્રેડ ઓફિસના ટ્રેડ કમિશનર જોઆચિમ રોચા સાથે એક વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદ કેનેડા-ભારત સંબંધોના બદલાતા પરિદ્રશ્ય અને ૨૦૨૬-૨૦૩૦ના ટ્રેડ રોડમેપમાં ગુજરાતની વિશિષ્ટ ભૂમિકા પર કેન્દ્રિત હતો. આ બેઠકે વ્યાપક આર્થિક ભાગીદારી કરારની પ્રગતિ અને વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં એમએસએમઈના જોડાણ અંગે ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ગુજરાત આપણી ઇન્ડિયા સ્ટ્રેટેજીના કેન્દ્ર સ્થાને છે. ક્લીન એનર્જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કેનેડાની ક્ષમતાઓને અમદાવાદના ઔદ્યોગિક સ્કેલ સાથે જોડીને, માત્ર ચીજવસ્તુઓનો વેપાર નથી કરી રહ્યા—પરંતુ આપણે ટકાઉ ઉદ્યોગના ભવિષ્યનું સહ-સર્જન કરી રહ્યા છીએ.

એએમએના વાઇસ પ્રેસિડેન્ટ મોહલ સારાભાઈએ આભાર વિધિ અને સમાપન કરતાં મહાનુભાવોને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. આ સત્રના અંતે કોન્સ્યુલેટ અને એએમએ બંનેએ કેનેડાના બજારમાં વિસ્તરણ કરવા ઈચ્છતા વ્યવસાયો માટે નિયમિત કમ્યુનિકેશન ચેનલ સ્થાપિત કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત કાર્યક્રમો માટે કેનેડાની યુનિવર્સિટીઓ સાથે સહયોગ કરવા માટે ઇરછા વ્યક્ત કરી હતી.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: બંદર માટે મારે એનિમલને દબાવી રાખવો પડેલોઃ બોબી દેઓલ
Next: PM મોદીએ વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે મુલાકાત કરી

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
k1

કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Sachot Samachar Team October 29, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.