Sagar rabari

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે. સાગર રબારીના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટી રાજ્યના ખૂણે ખૂણે જનસંપર્ક અભિયાન ચલાવી રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પક્ષની પકડ મજબૂત કરવા માટે સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડૂત નેતા સાગર રબારીએ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોમાં જઈને લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
આ વખતે ઉમેદવારોની પસંદગીમાં યુવાનો અને શિક્ષિત ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી સાગર રબારીએ જણાવ્યું હતું કે પ્રજા હવે પરિવર્તન ઈચ્છે છે. ઠેર ઠેર યોજાતી મહોલ્લા સભાઓમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસનગરના ઈટાદરા અને સમોહ ગામમાં યોજાયેલી સભાઓમાં જનમેદની ઉમટી પડી હતી.