Homeમનોરંજન'જગધાત્રી'માં મોટો ટ્વિસ્ટ: પોલીસને આપી ખોટી જુબાની

‘જગધાત્રી’માં મોટો ટ્વિસ્ટ: પોલીસને આપી ખોટી જુબાની

ઝી ટીવી પર પ્રસારિત થતો લોકપ્રિય શૉ ‘જગધાત્રી’ અત્યારે તેના અત્યંત નાટ્યાત્મક વણાંકોને કારણે દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ટીવી શૉ જગધાત્રી એ તેના રસપ્રદ વણાંકોથી દર્શકોને જકડી રાખ્યા છે. તાજેતરના એપિસોડમાં રુદ્ર (આયુષ શ્રીવાસ્તવ) એ શિવાય (ફરમાન હૈદર) પર ગોળી ચલાવી છે અને જગધાત્રી (સોનાક્ષી બત્રા) જાણે છે કે, આ હુમલા પાછળ તેનો જ હાથ છે. તે ન્યાય મેળવવા પ્રતિબદ્ધ છે, તે બધાની સામે હકિકત લાવવા માટે પ્રયત્ન કરે છે, પણ પૂરવાના અભાવે તે નિષ્ફળ જાય છે અને રુદ્ર બચી જાય છે.

 

આ દરમિયાન જ માયા (સયાંતની ઘોષ) પણ તેના પર લગાવવામાં આરોપોને સ્વિકારવાનું નકારે છે અને જગધાત્રી તથા શિવાય પ્રત્યેની તેની લાગણી છતા પણ તે તેના ભાઈની સાથે ઉભી રહે છે, તેના પરિવારનું રક્ષણ કરવાનું પસંદ કરે છે. માયા તેના ભાઈ અને તેના પરિવારની સાથે ઉભી રહે છે.

 

આ સ્તરીય પાત્ર ભજવવા વિશે સયાંતની ઘોષ કહે છે, “માયા દેશમુખની ભૂમિકા કરવી એ મારા માટે એક કલાકાર તરીકે વિવિધ સ્તરીય અને અનુભવથી ભરેલું પાત્ર બની રહ્યું હતું. મને તેના વિશે જે સૌથી વધુ ગમે છે તે છે કે, ઉપરથી મજબૂત હોવા છતા પણ તેમાં ઘણી લાગણી, અસમંજસ અને શેડ્સ રહેલા છે, જેનાથી તે પાત્ર તેને વાસ્તવિક બનાવે છે. ખાસ તો, તાજેતરના એપિસોડમાં આપણે જોયું કે, કઈ રીતે માયા એ તેના પરિવારે બચાવવા માટે કોઈપણ હદે જઈ શકે છે અને આ જ બાબત મને તેની સાથે જોડે છે. ઘણી બધી રીતે હું માયામાં મારું પ્રતિબિંબ જોઉં છું. વાસ્તવિક જીવનમાં પણ ભલે ગમે તે થાય હું હંમેશા મારા પરિવારની સાથે ઉભી રહું છું. તેની જેમ જ હું હંમેશા મનથી મક્કમ રહું છું. તેની તાકાત સાથે હું મારી જાતને જોડી શકું છું તેમ છતા પણ માયાના કેટલાક લક્ષણોમાંથી મારે અંગત રીતે અને વ્યવસાયીક રીતે પણ ઘણું શિખવાનું છે, જેનાથી હું વધુ મજબૂત બની શકું. મને માયાનું પાત્ર ખૂબ જ ગમે છે, તેથી જ આવું પાત્ર કરવું એ એક રિવોર્ડિંગ પ્રવાસ છે. આમાં પડકાર તો છે, પણ આવું પાત્ર તમને ઘણું શિખવે પણ છે.

સયાંતની ઘોષ
સયાંતની ઘોષ
સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત