અમદાવાદમાં જૂનમાં ‘AVC મેન્સ કપ–2026’ વોલીબૉલ ટૂર્નામેન્ટનું આયોજન કરાશે. જેમાં ભારત સહિત કુલ ૧૨ દેશોની ટીમો ભાગ લેવાની છે. ૯ દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ ૩૮ મેચો રમાશે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત (SAG) અને એશિયન વોલીબૉલ કન્ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે. નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૨૦ થી ૨૮ જૂન દરમિયાન આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાશે.
અમદાવાદ શહેર હવે વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. શહેરને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ સજ્જ કરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ સ્પર્ધા માત્ર રમત પૂરતી સીમિત નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય મિત્રતા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું એક સશક્ત માધ્યમ બનશે.

