HomeગુજરાતRTE ફોર્મ ભરવાની મુદત વધારવા માંગણી

RTE ફોર્મ ભરવાની મુદત વધારવા માંગણી

ગરીબ મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં નિર્ણય લેવા રજૂઆત

 

અમદાવાદ

ગરીબ મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાઇટ ટુ એજ્યુકેશન ફોર્મ ભરવા ની મુદત વધારવા વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ, યશ ચૌધરી, રાજેશ વાળા અને પ્રકાશ નાયડુની આગેવાની હેઠળ રાજ્યના પ્રાથમિક નિયામક પી. કે. ત્રિવેદીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગે વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં એક તરફ સ્થાનિક ચૂંટણીઓમાં સરકારી વહીવટીતંત્રને કામે લગાડ્યું છે ત્યારે તેની સીધી અસર શિક્ષણના અધિકાર કાયદા હેઠળ જે ગરીબ અને પછાત બાળકોને આરટીઇ કાયદા હેઠળ શાળાઓમાં પ્રવેશ લેવો છે તેમના પ્રવેશની પ્રક્રિયા ઉપર અસર થઇ રહી છે અને આજે પ્રવેશની પ્રક્રિયા માટેનો છેલ્લો દિવસ છે. પરંતુ સમગ્ર વહીવટીતંત્ર સ્થાનિક ચૂંટણીઓમાં વ્યસ્ત હોવાથી આરટીઇ હેઠળના પ્રવેશ રાઈટ ટૂ એજ્યુકેશન કાયદા હેઠળ પ્રવેશ મેળવવા વાલીઓ ને વિવિધ પ્રમાણ પત્ર જેમ કે આવક અંગેનું પ્રમાણપત્ર, EWS નું સર્ટીફીકેટ, OBC ઉમેદવારો માટે નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ અન્ય દસ્તાવેજી પુરાવા કઢાવવામાં અસહ્ય માનસિક શારીરિક આર્થિક વેઠવા છતા પ્રમાણપત્રો મળી શકયા નથી એક તરફ ચુંટણીમા વ્યસ્ત કર્મચારીઓ બીજી તરફ ફોર્મ ભરવા ટુકા ગાળા ની સમય મર્યાદા ના પરીણામે હજારો આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત બન્યા છે જેથી આર્થિક રીતે ગરીબ બાળકો ખાનગી સારી સંસ્થા મા ઉત્તમ શિક્ષણ મેળવી શકે તેવા આશયથી “રાઇટ ટુ એજ્યુકેશન” બનાવવા માં આવેલ કાયદા નુ હેતુ પર આવતો નથી.

તેમણે માગણી કરી હતી કે ગરીબ, મધ્યમ પછાત વર્ગ ના વિદ્યાર્થીઓના વિશાળ હીતમાં ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવે.

સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત