Homeગુજરાતલો બોલો, બિહારના નવા CMને ધમકી આપનાર ગુજરાતમાં છુપાયો હતો

લો બોલો, બિહારના નવા CMને ધમકી આપનાર ગુજરાતમાં છુપાયો હતો

 

અમદાવાદ શહેરના બોપલ પોલીસસ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને બિહાર રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રીસમ્રાટ ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીનું નામ શેખર યાદવ (Shekhar Yadav) છે, જેની ઉંમર 32 વર્ષ છે. શેખર યાદવ મૂળ બિહારનો વતની છે પરંતુ રોજગારીની શોધમાં તે ગુજરાત આવ્યો હતો.

આ ઘટનાને પગલે ગુજરાત અને બિહાર બંને રાજ્યોની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. પકડાયેલો આરોપી છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં છુપાઈને રહેતો હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપી અમદાવાદ નજીક આવેલા સાણંદ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે બોપલ પોલીસે તેને સાણંદ પાસેના તેના રહેઠાણ કે કાર્યસ્થળ નજીકથી દબોચી લીધો છે.

 

 

સંબંધિત લેખો

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો

જાહેરાત