
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચીવ સુજાતા શર્માએ જણાવ્યું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરીસ્થિતિ કાબુમાં છે. દરમિયાન દેશમાં એલપીજી સપ્લાય સામાન્ય થઈ છે. કયાંય પણ ગેસ ખતમ થયાની સ્થિતિ નથી, ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે,
મધ્ય પુર્વમાં લાગેલી યુદ્ધની આગને પણ દેશમાં એલપીજી ગેસની અછત ઉભી થઈ હતી તેમાં હવે રાહતની ખબર છે. રસોઈ ગેસની બુકીંગ ઘટીને 55 લાખ પર આવી ગઈ છે. એલપીજીની સપ્લાય સામાન્ય થઈ ગઈ છે કયાંય પણ ગેસ ખતમ થવાની સ્થિતિ નથી. પ્રોડકશન પણ વધારી દેવાયું છે, જેથી સપ્લાય જળવાઈ રહે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચીવ સુજાતા શર્માએ આ જાણકારી દૈનિક બ્રીફીંગ દરમ્યાન આપી હતી. સરકારે જણાવ્યું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરીસ્થિતિ કાબુમાં છે. દરમિયાન દેશમાં એલપીજી સપ્લાય સામાન્ય થઈ છે. કયાંય પણ ગેસ ખતમ થયાની સ્થિતિ નથી, ઉત્પાદન પણ વધારવામાં આવ્યું છે. સુજાતા શર્માએ વધુમાં જણાવ્યું છે કે પરીસ્થિતિને સંભાળવા માટે 13700થી વધુ પીએનજી કનેકશન આપવામાં આવ્યા છે. જેથી એલપીજી પર દબાણ ઘટી શકે.
એલપીજીના ઉપલબ્ધ પુરવઠાને મામલે સરકાર ઘરેલુ ગ્રાહકોને પ્રાથમીકતા આપી રહી છે. કોમર્શિયલ સિલિન્ડરોને લઈને હજુ પણ ચિંતા છે. હોટેલ, રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ ફુડના બિઝનેસ સાથે સંકળાયેલા પરેશાન છે.
