દરેક વ્યક્તિને ફિલ્મો જોવાનો શોખ હોય છે. જોકે દરેકની પસંદગી અલગ અલગ હોય છે. કેટલાકને હોરર ફિલ્મો ગમે છે, કેટલાકને રોમેન્ટિક ફિલ્મો ગમે છે, તો કેટલાકને એક્શન ફિલ્મો ગમે છે, પરંતુ શું તમે જાણો છો કે તમને જે પ્રકારની ફિલ્મો ગમે છે તે તમારા વ્યક્તિત્વને પણ પ્રગટ કરી શકે છે?
હ્યુમન સાઈકોલોજી વિશે માહિતી આપતી વેબસાઈટ મુજબ જે લોકો વધુ ન્યુરોટિક, લોકો સાથે ઓછા સંમત થતા અને અને બહિર્મુખી હોય છે તેમને આ પ્રકારની ફિલ્મો વધુ ગમે છે. આ લોકો હાઈ સેન્શન વાળી ફિલ્મો પસંદ કરે છે આવા લોકો સહાનુભૂતિનો અભાવ ધરાવે છે.
જો તમને રોમેન્ટિક ફિલ્મો જોવાનો શોખ હોય, તો તમે એવા વ્યક્તિ છો જેમને નવા અનુભવો ગમતા નથી. આ લોકો એક્સટ્રોવર્ટ અને સરળતાથી લોકોની વાત માની લેનારા હોય છે. તેઓ સરળતાથી અન્ય લોકોને ગમી જાય છે. તેઓ લોકો સાથે ઉષ્માભર્યા સંબંધો ધરાવે છે અને બીજાઓને સમજે છે.
જે લોકો કોમેડીનો આનંદ માણે છે તેઓ પડકારજનક પરિસ્થિતિઓને ટાળે છે. તેઓ વધુ સંમત અને અનુભવો માટે ઓછા ખુલ્લા હોય છે. ઘણા અહેવાલો અનુસાર જે લોકો કોમેડીનો આનંદ માણે છે તેઓ વધુ સકારાત્મક હોય છે.
