અમદાવાદ શહેરની ભીષણ ગરમીમાં જ્યારે લોકો પરેશાન છે તેવા સમયે પોતાના જીવનની કારકિર્દી બનાવવા પરીક્ષા આપવા આવેલા એલ.આર.ડી. ના ઉમેદવારોને માનવ અધિકાર ગ્રુપ તરફથી વિના મુલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાંકરિયા ખાતે આવેલ પ્રગતિ હાઇસ્કુલ પરીક્ષા કેન્દ્ર ખાતે દૂર દૂરથી આવેલા એલ.આર.ડી.નો ઉમેદવાર ઠંડી અને મસાલા વાડી છાસ થી ખૂબ જ સંતોષ પામ્યા હતા.
અમારી માનવ અધિકાર ગ્રુપ ના આગેવાનો સર્વ જ્યોર્જ ડાયસ,વિશાલ ગુર્જર,રમીન્દ્રસિંહ બગ્ગા,યશ ચોધરી,શેખર રાજપુત વગેરે તરફથી ભવિષ્યના કાયદા ના રક્ષકોને હાર્દિક શુભેચ્છા પર પાઠવવામાં આવી હતી.