Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • કવાંટના પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર સન્માનિત

કવાંટના પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર સન્માનિત

Sachot Samachar Team April 24, 2026
r0

પીઠોરા કલાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના પ્રસિદ્ધ બાબા પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’માં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજના હસ્તે તેઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કલા, પરંપરા અને સંસ્કૃતિને ચિત્રોના માધ્યમથી કંડારી
રાષ્ટ્રપતિ ભવન ખાતે ગત તા. ૧૪ થી ૨૩ એપ્રિલ દરમિયાન એક વિશેષ ‘રેસીડેન્સી કલા વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દેશના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ગોવા, લદાખ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કુલ ૧૩ પ્રતિભાસંપન્ન કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ કલાકારોએ પોતાની આગવી કલા, પરંપરા અને સંસ્કૃતિને ચિત્રોના માધ્યમથી કંડારી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી

આ પ્રતિષ્ઠિત વર્કશોપમાં ગુજરાતમાંથી બે કલાકારોની પસંદગી થઈ હતી, જેમાં છોટાઉદેપુરના પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાનો સમાવેશ થાય છે. તેઓએ આ ૧૦ દિવસીય વર્કશોપ દરમિયાન પીઠોરા આદિવાસી સંસ્કૃતિની ભવ્યતા દર્શાવતું સુંદર ચિત્ર તૈયાર કર્યું હતું, જેની રાષ્ટ્રપતિ ભવનમાં ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

સંસ્કૃતિના જતન બદલ સન્માનિત
વર્કશોપના સમાપન બાદ આજે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ પરેશ રાઠવાને તેમની કલા પ્રત્યેના સમર્પણ અને સંસ્કૃતિના જતન બદલ સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.

પદ્મશ્રી પરેશ રાઠવાની આ સિદ્ધિથી ગુજરાત સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અને કલા જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આયોજન દ્વારા આદિવાસી લોકકલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળી છે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram
Tags: #artindia #pithora #pithoraart #rathva

Post navigation

Previous: શેરબજારમાં 1250 પોઈન્ટનો કડાકો, BSEમાં અફરાતફરી મચી
Next: WR અપગ્રેડેશન કાર્યને કારણે ટ્રેનોનું શોર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
k1

કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Sachot Samachar Team October 29, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.