
શેરબજારમાં ઘટાડાનો દોર આગળ જ ધપી રહ્યો હોય તેમ પશ્ચિમ એશિયાના યુધ્ધમાં સીઝફાયર હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટની મડાગાંઠ ઉકેલાતી નથી અને ફરી વખત ભડકો સર્જાવાના ભણકારાથી મંદીમાં ધકેલાયેલા આજે વધુ 1250 પોઇન્ટનો કડાકો સર્જાયો હતો. રૂપિયો પણ તૂટ્યો હતો જ્યારે ક્રૂડતેલ 106 ડોલરે પહોંચી ગયું હતું.
આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલમાં સંભવિત ભાવવધારાની મોંઘવારી-અર્થતંત્ર પર અસર થવાની આશંકા વ્યક્ત થતી હતી. ખાસ કરીને ક્રુડની તેજી તથા રૂપિયાની નબળાઈથી બોજ વધવાનુ મનાતુ હતુ.
પેટ્રોલિયમ સહિતના મોરચે સંકટ સર્જાવાની દહેશત
અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધમાં અનિશ્ર્ચિતતા-સંકટના વાદળો દૂર થતા ન હોવાથી આજે શરૂઆત જ નબળા ટોને થઇ હતી અને વેચવાલીનો મારો ચાલુ રહેવાના કારણોસર મોટા ભાગના શેરો સતત તૂટતા રહ્યા હતા, હોર્મુઝ સ્ટ્રેટ ખુલતુ ન હોવાથી આવતા દિવસોમાં પેટ્રોલિયમ સહિતના મોરચે સંકટ સર્જાવાની દહેશતથી ગભરાટ હતો.
માર્કેટની અસ્થિરતા દુર થવી મુશ્કેલ
શેરબ્રોકરોના કહેવા પ્રમાણે મધ્યપુર્વમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધી માર્કેટની અસ્થિરતા દુર થવી મુશ્કેલ છે. નવા સપ્તાહ પુર્વે વિકએન્ડમાં કોઈ નવા ઘટનાક્રમ સર્જાય છે કે કેમ તેના પર મીટ રહેશે.
