
૨૬ ઓગસ્ટ ૧૯૧૦ માં જન્મેલા મધર ટેરેસા ભારત સહિત વિશ્વના લાચાર,અશક્ત,કુષ્ટ રોગી,દુઃખી પીડીત લોકોની સેવા કરી પ્રેમ આપનાર મધર ટેરેસા ને ભારત રત્ન,નોબેલ શાંતિ પુરસ્કાર, પદ્મશ્રી વગેરે અનેક એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા મધર ટેરેસા ૧૮ વર્ષની ઉંમરે માનવ સેવાના એકમાત્ર ધ્યેય રાખી સેવા કરનાર અને પોતાની સેવા દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ અને પ્રેમનો સંદેશો આપ્યો હતો કરુણા અને વાત્સલ્ય ની સાક્ષાત મૂર્તિ વિશ્વમાં નવી ચેતના અને ગૌરવ પૂરું પાડયા હતું. માનવજાત ને દયા અને કરુણાનું સંદેશ આપનાર મધર ટેરેસાની ૨૯ મી પૂણ્ય તિથિ નિમિત્તે ભદ્ર ખાતે આવેલ”મધર ટેરેસા”ની પ્રતિમાને કેથોલિક ખ્રિસ્તી ધર્મ ના વડા બીશપ રત્ના સ્વામી ની આગેવાની હેઠળ ધારાસભ્ય શ્રી ઈમરાન ખેડાવાલા,પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરો શ્રી જ્યોર્જ ડાયસ,શાહનવાઝ શેખ,ઇકબાલ શેખ,સીસ્ટર રોઝ થેરેસ,ફાધર હિલેરી એસ.જે. – અગ્રણીઓ સર્વ શ્રી એન્થની ફીડેલીસટ,સુનિલ રાજ વગેર મોટી સંખ્યા મા સર્વ ધર્મ ના લોકો એ પુષ્પાંજલિ અર્પણ કરી પ્રાર્થના સભા યોજાઇ હતી જેમાં વિવિધ ધર્મ અને સમુદાયના વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશમાં કોમી એકતા,સદભાવ અને ભાઈચારા નું વાતાવરણ જળવાઈ રહે અને સમગ્ર વિશ્વમાં યુદ્ધના કારણે ફેલાયેલ અનિશ્ચિતતા અને અરાજકતા નું વાતાવરણ દૂર થાય અને વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી