એએમએ દ્રારા “બિલ્ડિંગ રેપ્યુટેશન ઇન ધ એજ ઓફ એઆઈ એન્ડ સોશિયલ મીડિયા” વિષય પર રેપ્યુટેશન મેનેજમેન્ટ કોન્ક્લેવનું આયોજન
શનિવાર, ૧૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ
સવારે ૯:૩૦થી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી
પ્રવેશ: રજીસ્ટ્રેશન દ્રારા
સ્થળ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા શનિવાર, ૧૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સવારે ૯:૩૦થી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી એએમએ ખાતે “બિલ્ડિંગ રેપ્યુટેશન ઇન ધ એજ ઓફ એઆઈ એન્ડ સોશિયલ મીડિયા” વિષય પર સૌપ્રથમ પ્રકારની રેપ્યુટેશન મેનેજમેન્ટ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ક્લેવને જાણીતા નિષ્ણાત વક્તા શ્રી વિનીત હાંડા (ફાઉન્ડર અને સીઈઓ, કૈઝેન), શ્રી અતુલ ટકલે (કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ અને એડફેક્ટર્સ પીઆરના ભૂતપૂર્વ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ), શ્રી વિક્રમ ખારવી (સીઈઓ, બ્લૂમિંગડેલ પીઆર), ડૉ. અદિત દેસાઈ (મેનેજિંગ ડિરેક્ટર, કેડી હોસ્પિટલ), અને શ્રી દેવલ સોપારકર (આશિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના ઓનર; એએમએની એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર) સંબોધન કરશે અને રેપ્યુટેશન મેનેજમેન્ટમાં ઉભરતા પ્રવાહો, પડકારો અને શ્રેષ્ઠ પધ્ધતિઓ પર સહભાગીઓ સાથે સંવાદ કરશે.
એવા યુગમાં જ્યાં ડિજિટલ વાર્તાલાપ વાસ્તવિક સમયમાં જાહેર ધારણાઓને આકાર આપે છે, આ કોન્ક્લેવનો હેતુ ઉદ્યોગના નેતાઓ, કોમ્યુનિકેશન નિષ્ણાતો અને વિદ્યાર્થીઓને વધુને વધુ જટિલ બનતા ડિજિટલ ઇકોસિસ્ટમમાં નેવિગેટ કરવા માટે જરૂરી વ્યૂહરચનાઓથી સજ્જ કરવાનો છે. સહભાગીઓ એ બાબત પર ચર્ચા કરશે કે કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને સોશિયલ મીડિયા વિશ્વસનીયતા અને વિશ્વાસના સ્તંભોને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે. કોન્ક્લેવમાં ઉભરતા પ્રવાહો; એઆઈ, ડિજિટલ અને સોશિયલ મીડિયા કેવી રીતે પ્રતિષ્ઠા અને વિશ્વાસને બદલી રહ્યા છે; કટોકટી વ્યવસ્થાપન અને બ્રાન્ડ બિલ્ડિંગમાં એઆઈની નૈતિક અસરો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
