Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • ગુજરાત પોલીસનો સપાટો: નાર્કોટિક્સનાં ગુન્હામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપી જેલ હવાલે

ગુજરાત પોલીસનો સપાટો: નાર્કોટિક્સનાં ગુન્હામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપી જેલ હવાલે

Sachot Samachar Team April 17, 2026
IMG-20260417-WA0005

ગુજરાત પોલીસનો સપાટો: નાર્કોટિક્સનાં ગુન્હામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપી જેલ હવાલે

*વર્ષ 2025 દરમિયાન કુલ 86 આરોપીઓને PIT NDPS અધિનિયમ હેઠળ અટકાયત કરીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા હતા, ચાલુ વર્ષે ચાર મહિનામાં 21 વ્યક્તિઓને આ કડક અભિયાન હેઠળ અટકાયત કરવામાં આવી*

*રાજ્ય સરકારે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે*

 ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે.

આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમની ટીમોએ કરી છે અને રાજકોટ શહેર, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી અને જુનાગઢ જિલ્લાનાં આ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

અટકાયત કરાયેલા વ્યક્તિઓમાં ભિલોડા તાલુકાના વાંકાટીંબા ગામના બાબુભાઈ નીનામા (49), પાલનપુર (બનાસકાંઠા)ના ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (28), વાંસદા (નવસારી)ના મનોજગીરી ગોસ્વામી (45), જુનાગઢના વહીદ પંજા (50) અને રાજકોટના ઇમરાન બેલીમ (32)નો સમાવેશ થાય છે. આ તમામને અગાઉ NDPS અધિનિયમની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ જામીન પર મુક્ત હતા.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બ્લોકને કારણે ટ્રેનો પ્રભાવિત
Next: AMA રેપ્યુટેશન મેનેજમેન્ટ કોન્ક્લેવનું આયોજન

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
k1

કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Sachot Samachar Team October 29, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.