Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • ગુજરાત
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સુપેડી ખાતે બે ટ્રેનના વધારાના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સુપેડી ખાતે બે ટ્રેનના વધારાના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો

Sachot Samachar Team August 18, 2026
1FZLW

પોરબંદર-ભાવનગર પેસેન્જર અને રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ ટ્રેન સુપેડી સ્ટોપ કરશે

ટ્રેન સમયસર અને ભાડું સસ્તું હોવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો સહિત તમામ મુસાફરો માટે ઉપયોગી : મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

જનસુખાકારી અને જનસુવિધા વધારવા સરકાર કટિબદ્ધ : મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ આજે ધોરાજીના સુપેડી રેલવે સ્ટેશન ખાતે પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ અને પોરબંદર-ભાવનગર પેસેન્જર ટ્રેનોના વધારાના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ બંને ટ્રેનને લીલીઝંડી આપી હતી. કેન્દ્રીય મંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ટ્રેન કનેક્ટિવિટી સાથે જનસુખાકારી અને જનસુવિધામાં વધારો કરવા સરકાર કટિબદ્ધ છે. આ તકે તેમણે સુપેડી અને આસપાસનાં ગ્રામજનો અને રેલવે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રેલવેના વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ આ તકે સુપેડી ખાતે સ્ટોપ થનાર ટ્રેનોની જાણકારી આપી હતી. જેમાં ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ તથા ટ્રેન નંબર 59557/59560 પોરબંદર-ભાવનગર-પોરબંદર પેસેન્જરને સુપેડી રેલવે સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

સુપેડી સ્ટેશન પર ટ્રેનોના આગમન/પ્રસ્થાનનો સમય:

  • ટ્રેન નંબર 59557 પોરબંદર-ભાવનગર પેસેન્જર આગમન સમય  09:09 કલાકે, પ્રસ્થાન 09:10 કલાકે.
  • ટ્રેન નં. 59560 ભાવનગર-પોરબંદર પેસેન્જર આગમન 19:32 કલાકે તેમજ પ્રસ્થાન 19:33 કલાકે.
  • ટ્રેન નં. 19571  રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ આગમન 09:25 કલાકે, પ્રસ્થાન 09:26 કલાકે.
  • ટ્રેન નં. 19572 પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ ટ્રેન આગમન 18:12 કલાકે તેમજ પ્રસ્થાન 18:13 કલાકે રહેશે.

આ વધારાના સ્ટોપેજથી સુપેડી તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને રાજકોટ, પોરબંદર, ભાવનગર સહિત વિવિધ ગંતવ્યો માટે વધુ સારી રેલ કનેક્ટિવિટી તથા સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે.

આ પ્રસંગે ભાવનગર મંડળના રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રેલવે કર્મચારીઓ, અગ્રણી શ્રી નિકુંજભાઈ કણસાગરા, રવિભાઈ માકડીયા, પારુલબેન સહિત અગ્રણીશ્રીઓ તેમજ સુપેડીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram
Tags: #mansukhmandviya #pibahmedabad #train

Post navigation

Previous: અમદાવાદના આ વિસ્તારોમાં નહીં આવે પાણી, જુઓ લિસ્ટ
Next: BRICS પર્યાવરણ મંત્રીઓની બેઠક યોજાઈ

Related News

WhatsApp Image 2026-10-30 at 3.54.12 PM

અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી

Sachot Samachar Team October 30, 2026
B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
k1

કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી

Sachot Samachar Team October 29, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.