
*Report by Sanjay Ghamande*
ડ્રીમિયત ડ્રામા હેઠળ રવિ દુબે અને સરગુન મેહતા દ્વારા પ્રોડ્યુસ ઝી ટીવીનો પ્રસિદ્ધ શો ગંગા માઈ કી બેટિયાઁ એ 200 એપિસોડનો અદ્દભુત સિમાચિન્હ હાંસિલ કર્યો છે. સપ્ટેમ્બર 2025માં તેના પ્રીમિયરથી જ શોની ભાવનાત્મક રીતે સમૃદ્ધ વાર્તા, શક્તિશાળી પફોર્મન્સ તથા પરંપરા અને સહનશક્તિમાં મૂળ ધરાવતા સંબંધોની મજબૂત રજૂઆતથી દર્શકોનું દિલ જીતી લીધું છે. આ શો ટીઆરપી ચાર્ટમાં સતત ટોચના પાંચ શોમાં સામેલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ ઝી ટીવી પર તે નંબર વન શો તરીકે ઉભરી આવ્યો છે. શુભાંગી લાટકર (ગંગા માઈ), શૈઝાન ખાન (સિદ્ધુ), અમનદીપ સિધુ (સ્નેહા) અને ઇન્દિરા કૃષ્ણા (દુર્ગાવતી) જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે શો દર્શકોના દિલોં સુધી પહોંચ્યો છે. 200 એપિસોડ પૂરા થતા, કલાકારો એ દર્શકો પ્રેમ અને સમર્થન માટે દિલથી આભાર વ્યક્ત કર્યો છે અને આ સિદ્ધિ મેળવીને પોતાની લાગણી અને ખુશી પણ વ્યક્ત કરે છે.

શુભાંગી લાટકર, ગંગા માઈની ભૂમિકા કરવા વિશે તેમના વિચાર વ્યક્ત કરતા કહે છે, “200 એપિસોડે પહોંચવું એ મારા માટે ખરેખર ખાસ છે. દર્શકો તરફથી અમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને હું નસીબદાર છું કે, હું એક એવી વાર્તાનો ભાગ બની છું, જેની સાથે તેઓ જોડાઈ શકે છે. આશા છે કે, આ સુંદર પ્રવાસ આગળ વધારીશું અને સાથે મળીને ઘણા સિમાચિન્હ હાંસિલ કરીશું.”
ઇંદિરા કૃષ્ણા, જે દુર્ગાવતીની ભૂમિકા કરે છે તે કહે છે, “આ ખરેખર એક સંતોષકારક પ્રવાસ બની રહ્યો છે, જેમાં આ પાત્ર પ્રતિદિન સતત વિકસી રહ્યું છે અને વધુને વધુ મજબૂત બની રહ્યું છે. 200 એપિસોડ સુધી પહોંચવું એ મારા દિલને ખૂબ જ કૃતજ્ઞતાથી ભરી દીધું છે, કેમકે દર્શકોએ દુર્ગાવતી સાથે પણ એટલા જ ગાઢ રીતે જોડાયા છે. આજના સમયમાં એક શોને ટકાવી રાખવો એ કોઈ નાની સિદ્ધિ નથી અને મને ગર્વ છે કે, ડ્રીમિયતની અદ્દભુત ટીમ સંપૂર્ણ શક્તિ, સમર્પણ તથા કાર્યક્ષમતાથી આ સિદ્ધિ હાંસિલ કરી છે. હું રવિ અને સરગુન તથા ઝી ટીવીની ટીમની દિલથી આભારી છું કે, તેમને મને આ ભૂમિકા માટે મારા પર વિશ્વાસ કર્યો છે, હું વચન આપું છું કે, દુર્ગાવતીની ભૂમિકાને ખૂબ જ ઉત્સાહ તથા દિલથી નિભાવીશ.
અમનદીપ સિધુ, જે સ્નેહાની ભૂમિકા કરે છે તે કહે છે, “200 એપિસોડ પૂરા કરવા એ મારા માટે એક ગર્વની તથા લાગણીસભર વાત છે. આ શો માટે તથા મારા પાત્ર માટે દર્શકોએ જે પ્રેમ વરસાવ્યો છે, તે જ અમારી સૌથી મોટી તાકાત છે અને તે મને દરરોજ પ્રોત્સાહિત કરે છે. આગામી સમયમાં શું થશે તેના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું અને હજી બીજા ઘણા સિમાચિન્હ હાંસિલ કરીશું.”
શૈઝાન ખાન, જે સિધુની ભૂમિકા કરે છે તે ઉમેરે છે, “આ પ્રવાસનો ભાગ બનવું અને સિદ્ધુની ભૂમિકા નિભાવવી મારા માટે ખૂબ જ અદ્દભુત બની રહ્યું છે. 200 એપિસોડ સુધી પહોંચવું એ તો ફક્ત એક શરૂઆત છે અને દર્શકો એ પણ તેને ઉષ્માપૂર્વક સ્વિકાર્યું તેના માટે હું તેમની દિલથી આભારી છું. અમે વચન આપીએ છીએ કે, આગળના દરેક એપિસોડની સાથે અમે મનોરંજન કરતા રહેશું.”
