*બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ બ્લોકને કારણે અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ટ્રેનો પ્રભાવિત રહેશે.*
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફર સુવિધાઓના ઉન્નયન અને રેલવે અવસંરચનાને મજબૂત બનાવવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગેરતપુર–અમદાવાદ ખંડ પર પ્રીકાસ્ટેડ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે તારીખ 19 એપ્રિલ 2026ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. જેના કારણે નીચે દર્શાવેલ ટ્રેનો પ્રભાવિત રહેશે.
શોર્ટ ટર્મિનેશન / ઓરિજિનેશન ટ્રેનો
• ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને 19.04.2026 ના રોજ અમદાવાદ સ્ટેશન પરથી પ્રારંભ કરવામાં આવશે અને ગાંધીનગર કેપિટલ–અમદાવાદ વચ્ચે રદ રહેશે.
• ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને 19.04.2026ના રોજ વટવા સ્ટેશન પર સમાપ્ત (શોર્ટ ટર્મિનેટ) કરવામાં આવશે અને વટવા–ગાંધીનગર કેપિટલ વચ્ચે રદ રહેશે.
રદ ટ્રેનો (Cancelled Trains)
• ટ્રેન નંબર 69102 વટવા–વડોદરા મેમુ 19.04.2026ના રોજ રદ રહેશે
• ટ્રેન નંબર 69115 વડોદરા–વટવા મેમુ 19.04.2026ના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી 18.04.2026ના રોજ રદ રહેશે
• ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી 19.04.2026ના રોજ રદ રહેશે
આંશિક રદ (Partial Cancellation)
• ટ્રેન નંબર 19033 વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન 19.04.2026ના રોજ વડોદરા–અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
વિનિયમન (Regulation of Trains)
• ટ્રેન નંબર 19484 આસનસોલ–અમદાવાદ એક્સપ્રેસને 19.04.2026ના રોજ વડોદરા મંડળમાં 1 કલાક 40 મિનિટ સુધી રેગુલેટ કરવામાં આવશે.
• ટ્રેન નંબર 12834 હાવડા–અમદાવાદ એક્સપ્રેસને 19.04.2026ના રોજ વડોદરા મંડળમાં 1 કલાક 40 મિનિટ સુધી રેગુલેટ કરવામાં આવશે.
• ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ–રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 19.04.2026ના રોજ વડોદરા મંડળમાં અંદાજે 45 મિનિટ સુધી રેગુલેટ કરવામાં આવશે.
મુસાફરોને વિનંતી છે કે ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અન્ય અપડેટ માહિતી માટે www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરો
*****
