પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલના હસ્તે ચારુસેટ બુક રીડર્સ ક્લબનું ઉદઘાટન

ચાંગા: ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ચારુસેટ કેમ્પસમાં નોલેજ રિસોર્સ સેન્ટર (KRC-Library) તથા ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ (DLIS) ના સંયુક્ત ઉપક્રમે 12 ઓગસ્ટ, 2026 બુધવારે ‘નેશનલ લાઈબ્રેરીયન્સ ડે -2026’ની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા પદ્મશ્રી પ્રો. એસ. આર. રંગનાથનની 134મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણી અંતર્ગત ચારુસેટના નોલેજ રિસોર્સ સેન્ટરમાં સવારે 10 થી સાંજે 4 સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ‘Know Your Knowledge Resource Centre: Discover, Learn and Grow’ થીમ સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે ચારુસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલના હસ્તે ચારુસેટ બુક રીડર્સ ક્લબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલ, યુનીવર્સીટી લાઈબ્રેરીયન ડો. પ્રમોદ પટેલ, વિવિધ કોલેજોના પ્રિન્સીપાલ, વિવિધ વિભાગોના ડીન, વિવિધ વિભાગોના વડાઓ, લાઈબ્રેરી સ્ટાફ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પેઈન્ટિંગ કોમ્પીટીશન-(My Dream Library), ટ્રેઝર હન્ટ-(Research and Discovery Challenge), ડીબેટ કોમ્પીટીશન, રીલ મેકિંગ કોમ્પીટીશન- (My Library Through My Lens), ક્વિઝ કોમ્પીટીશન (Know Your KRC), ડીજીટલ ફાસ્ટિંગ- (Read to reconnect), બુક ડોનેશન ડ્રાઈવ-ગીફ્ટ અ બુક, ગ્રો અ માઈન્ડ વગેરે સ્પર્ધાઓ યોજાઈ હતી. હાલમાં યુવા પેઢી સોશિયલ મીડિયામાં સતત તલ્લીન રહે છે ત્યારે તેમનામાં રીડીંગ હેબીટ વિકસાવવા અને તેઓને પુસ્તકો વાંચતા કરવા માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચારુસેટના વિદ્યાર્થીઓ, રીસર્ચર્સ અને સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, રીસર્ચર્સ, સ્ટાફ સભ્યો અને ચારુસેટ પરિવારને લાઈબ્રેરી, જ્ઞાન સંસાધનો તથા વાંચન સંસ્કૃતિ સાથે વધુ ગાઢ રીતે જોડવાનો હતો. નેશનલ લાઈબ્રેરીયન્સ ડે નિમિત્તે યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેની રુચિ, જ્ઞાન સંસાધનોના અસરકારક ઉપયોગ, સર્જનાત્મકતા અને શૈક્ષણિક સંશોધન માટેની જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.