Skip to content

સચોટ સમાચાર

Primary Menu
  • Home
  • સ્પેશિયલ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિડિયો
  • Home
  • દેશ-વિદેશ
  • નારકોટ્કિસ અને દરિયાઈ સુરક્ષા મામલે અમિત શાહની તમામ CMને મહત્વની તાકિદ

નારકોટ્કિસ અને દરિયાઈ સુરક્ષા મામલે અમિત શાહની તમામ CMને મહત્વની તાકિદ

Sachot Samachar Team September 7, 2026
image001_20260907164415_eecf5d

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પણજી, ગોવામાં પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની 28મી બેઠકની અધ્યક્ષતા કરી


પશ્ચિમી ક્ષેત્ર અત્યંત મહત્વપૂર્ણ છે અને દેશનું સૌથી મોટું આર્થિક, ઔદ્યોગિક અને નાણાકીય કેન્દ્ર છે

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પણજી, ગોવામાં પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની 28મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને દાદરા અને નાગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓએ પણ પરિષદની બેઠકમાં ભાગ લીધો હતો.

 

2014 થી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અનેક વહીવટી સુધારાઓ દ્વારા દેશના અર્થતંત્રને સતત ગતિ આપી છે

પશ્ચિમી ક્ષેત્ર દેશની આર્થિક વૃદ્ધિના ‘WEST’ એન્જિન તરીકે ઓળખાય છે

W એટલે વેલ્થ અને ફાઇનાન્સ, E એટલે એક્સપોર્ટ અને પોર્ટ્સ, S એટલે સ્ટાર્ટ-અપ્સ અને સેમિકન્ડક્ટર્સ, અને T એટલે ટૂરિઝમ અને બ્લુ ઇકોનોમી, આ ક્ષેત્રોમાં પશ્ચિમી ક્ષેત્ર દેશમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે

12 વર્ષમાં, પ્રધાનમંત્રી મોદીએ બંધારણમાં સમાવિષ્ટ સહકારી સંઘવાદની જોગવાઈને સાકાર કરી છે

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં, ક્ષેત્રીય પરિષદો વિકાસ અને જાહેર કલ્યાણના ક્ષેત્રમાં આગળ વધી રહી છે, અને બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે

2004–14 દરમિયાન, ક્ષેત્રીય પરિષદો અને તેમની સ્થાયી સમિતિઓની કુલ 25 બેઠકો યોજાઈ હતી; 2014 થી, કુલ 71 બેઠકો યોજાઈ છે, જે લગભગ ત્રણ ગણો વધારો છે

બેઠકોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો એ પ્રધાનમંત્રી મોદીના ‘ટીમ ઇન્ડિયા’ના વિઝનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે

આ બેઠકોમાં કુલ 1,893 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી 1,445 નો ઉકેલ લાવવામાં આવ્યો છે, જે આ બેઠકોની કાર્યક્ષમતા અને અસરાકારકતા દર્શાવે છે

ક્ષેત્રીય પરિષદો હવે વિવાદ નિવારણને બદલે જાહેર કલ્યાણ યોજનાઓના અમલીકરણનું નિરીક્ષણ કરવાનું એક સાધન બની ગઈ છે

પશ્ચિમી ક્ષેત્રના રાજ્યો વચ્ચે હવે કોઈ વિવાદો નથી; આ એક મોટી સિદ્ધિ છે

પશ્ચિમી ક્ષેત્રે નવી ન્યાય સંહિતાઓનો અમલ કરવામાં અને ડ્રગ્સ સામે ભારતની લડાઈને સફળ બનાવવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ

રાજ્યોની તમામ અર્બન કોઓપરેટિવ બેંકોને CFCFRMS સાથે જોડવી જોઈએ

તમામ મુખ્યમંત્રીઓએ દરિયાઈ સુરક્ષા અને નાર્કોટિક્સને પોતાના એજન્ડાનો ભાગ બનાવવો જોઈએ

 

 

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગોવા તેના ભૌગોલિક કદ કરતાં પણ અદ્યતન ટૂરિઝમ, ઊંચી માથાદીઠ આવક અને ખાણોના કારણે આર્થિક વૃદ્ધિમાં વધુ યોગદાન આપે છે. તેમણે કહ્યું કે તાજેતરમાં, દેશે નાણાકીય વર્ષ 2026–2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાનો ગ્રોથ રેટ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય અર્થતંત્રે આવો ગ્રોથ રેટ નોંધાવવો એ આપણા બધા માટે ગૌરવની વાત છે. શ્રી શાહે જણાવ્યું હતું કે પશ્ચિમી ક્ષેત્ર અનેક દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે અને આ ક્ષેત્ર દેશનું સૌથી મોટું આર્થિક, ઔદ્યોગિક અને નાણાકીય કેન્દ્ર છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે 2014 થી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને ઝડપથી આગળ વધતા અર્થતંત્રમાં રૂપાંતરિત કરવા માટે અનેક વહીવટી સુધારાઓ સાથે સતત કામ કર્યું છે. તેમણે કહ્યું કે દમણ અને દીવ, દાદરા અને નાગર હવેલી તથા પશ્ચિમી ક્ષેત્રીય પરિષદના ત્રણ રાજ્યોએ પણ 7.8 ટકાનો ગ્રોથ રેટ પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે પશ્ચિમી ક્ષેત્ર દેશની આર્થિક વૃદ્ધિના ‘WEST’ એન્જિન તરીકે ઓળખાય છે. W એટલે વેલ્થ અને ફાઇનાન્સ, જે આ ક્ષેત્રમાં જનરેટ થાય છે; E એટલે એક્સપોર્ટ અને પોર્ટ્સ; S એટલે સ્ટાર્ટ-અપ્સ અને સેમિકન્ડક્ટર્સ; અને T એટલે ટૂરિઝમ અને બ્લુ ઇકોનોમી, જેમાં પશ્ચિમી ક્ષેત્ર દેશમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. ગોવાની મુલાકાતે 1 કરોડથી વધુ પ્રવાસીઓ આવે છે, જેમાંથી 5 લાખ વિદેશી પ્રવાસીઓ છે. ગોવાના GSDP માં ટૂરિઝમનું યોગદાન 16% છે. 33,872 સ્ટાર્ટ-અપ્સ સાથે મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ધોલેરા હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક હબ બની ગયું છે. ગુજરાતનું મુન્દ્રા પોર્ટ સૌથી વધુ કાર્ગો વોલ્યુમ હેન્ડલ કરે છે અને દિનદયાળ પોર્ટ કાર્ગો વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટું પોર્ટ છે. દેશની નાણાકીય રાજધાની મુંબઈ પણ વૈશ્વિક મૂડી માટેના મુખ્ય હબ તરીકે ઉભરી રહ્યું છે.

About The Author

Sachot Samachar Team

See author's posts

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Email Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પ્લાસ્ટિક મુક્ત બીચ અભિયાન બન્યું જનઆંદોલન
Next: સિદ્ધાર્થ બોડકેએ એડિશનલ ડાયરેક્ટર જનરલ, PIB અમદાવાદ તરીકે પદભાર સંભાળ્યો

Related News

B-7

PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો

Sachot Samachar Team October 30, 2026
ICAR-3

#ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન

Sachot Samachar Team October 30, 2026
s00

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ

Sachot Samachar Team October 20, 2026
WhatsApp-Image-2024-06-13-at-2.18.12-PM
WhatsApp-Image-2024-06-13-at-2.13.35-PM-1
WhatsApp-Image-2024-06-13-at-2.21.30-PM

Recent Posts

  • અમદાવાદથી વારાણસીની માટે સીધી ટ્રેન શરૂ, PM મોદીએ લીલી ઝંડી બતાવી
  • PM નરેન્દ્ર મોદીનું ભીલડીમાં ભવ્ય સ્વાગત, જુઓ તસ્વીરો
  • #ICAR-CGIAR સાયન્સ એન્ડ પાર્ટનરશિપ વીક 2027નું આયોજન
  • કુબેરનગર વોર્ડના ઘરવિહોણા લોકોના આશ્રયગૃહની કોર્પોરેટર કલ્પનાબેન કોડેકરે મુલાકાત લીધી
  • સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શ્રદ્ધા દુબેની ધરપકડ
  • About us
Copyright © All rights reserved. | MoreNews by AF themes.